Main Menu

બગસરાનાં સાપર ગામેથી 22 લાખનો દારૂ ઝડપાયો

બગસરા,બગસરા તાલુકાના સાપર ગામે આજ રોજ બગસરા પોલીસ સ્ટેશનના પી આઈ શ્રી એચ.કે. મકવાણાની ટિમ દ્વારા સાપર ગામના વિનુભાઈ વેકરીયાની વાડીએ વહેલી સવારના 4.45ની આસપાસ બગસરા પોલીસ ટીમ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવેલ હતી જેમાં આ વાડીમાંથી ઇંગલિશ દારૂની બોટલનંગ 3396 કિંમત રૂ11લાખ 8હજાર આઠસો તેમજ આ વાડીમાંથી સ્વીફ્ટ કાર ટ્રેક્ટર છોટાહાથી વાહન સહિત કુલ રૂપિયા 22લાખ આઠ હજાર આઠસોના મુદામાલ બગસરા પોલીસે કબ્જે કર્યોછે આ રેડમાં બગસરા પોલીસ સ્ટેશનના પીઆઇશ્રી એચ.કે.મકવાણા મધુભાઈ પોપટ ડામોરભાઈ જીતુભાઇ ગઢવી શક્તિસિંહ વાઘેલા સહિતનો સ્ટાફ જોડાયેલ હતો આ કામ અંગેના ફરિયાદ હેડ કોન્સ્ટેબલ મધુભાઈ પોપટ દ્વારા દાખલ કરવામાં આવેલછે આ કેસની તપાસ પી.આઈ મકવાણા કરી રહ્યાછે






error: Content is protected !!