Main Menu

અકસ્માતમાં ઇજા પામેલ કુંડલાના આધ્ોડને 34 લાખનું વળતર ચુકવવા હુકમ

અમરેલી,સાવરકુંડલામાં રસોઇનું કામકાજ કરતા બદ્રીસીંહ ચંદ્રસીંહ પુરોહીતને બસ નં.જીજે 14 ડબલ્યુ 872 માં પેસેન્જર તરીકે બેસીને સાવતા હતા ત્યારે ટ્રક નં.જીજે 6 એવી 6533 અથડાતા. તા.30/12/16 ના રોજ અંકલેશ્ર્વરથી ભરૂચ નેશનલ હાઇવે નં.8 ઉપર અકસ્માત થયેલો. જેનું વળતર મળવા અમરેલી કોર્ટમાં અરજી કરતા અમરેલી ટ્રીબ્યુનલે અરજદારના લાભમાં રૂા.33, 91, 790 નું વળતર અરજીની તારીખથી 9 ટકા વ્યાજ તથા ખર્ચસહ ચુકવી આપવા વાહનોની કંપની નેશલન ઇન્સ્યુરન્સ કંપની તેમજ ઓરીયન્ટલ ઇન્સ્યુરન્સ કંપની લી.ને સંયુક્ત રીતે ચુકવવા અમરેલીના મોટર એક્સીડેન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ જજ શ્રી રાજેશભાઇ દવેએ હુકમ કરેલો છે. અરજદાર તરફે અમરેલીના જાણીતા એડવોકેટ એમ.જે. સૈયદ રોકાયા હતા.






error: Content is protected !!