Main Menu

અમરેલીમાં શરાફી મંડળીનાં ચેક રીર્ટનનાં કેસમાં સભાસદનેે 2 વર્ષની કેદની સજા

અમરેલી, અમરેલીમાં રહેતા રાજેશભાઇ ચુનીભાઇ સવાણીએ બગસરા નાગરીક સહકારી મંડળી માંથી તા. 4/3/15ના રોજ હાઇપોથીકેશન ધીરાણ લીધ્ોલ હોય અને 5 લાખ રૂપીયાનું 17 ટકા વ્યાજ ઉપર લીધ્ોલ હોય.જયારે હપ્તો ન ભરી શકતા મંડળ દ્વારા દેના બેંકમાં તા.3/3/16 ના રોજ વ્યાજ સહિત 5.73.948ની રકમનો ચેક જમા કરાયો હતો.જયારે બેંક ખાતામાં પુરતું બેલેન્સ નો હોવાથી ચેક રીર્ટન થતા નોટીસ મોકલવામા આવી હતી. મંડળીના બ્રાંચ સેક્રેટરી જયદીપભાઇ ધીરૂભાઇ નાકરાણી દ્વારા ફરિયાદ નોંધાવી હતી. જે કેસ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફસ્ટ કલાસ કોર્ટમાં ચાલી જતા તા.14/11/19ના રોજ જજ શ્રી નારાયણલાલ શર્મા દ્વારા આરોપીને 2 વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામા આવી હતી અને 10 હજારનો દંડ પણ ભરવાનો હુકમ કરવામા આવ્યો હતો જો દંડની રકમ ન ભરે તો વધ્ાુ 6 માસની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.



(Next News) »



error: Content is protected !!