Main Menu

આખરે અમરેલીના રસ્તાના કામનો પ્રારંભ

અમરેલી,અમરેલી શહેરની માર્ગો ના મામલે થયેલી બદતર હાલતને કારણે લોકોને પડી રહેલી મુશ્કેલી હલ કરવા માટે અમરેલીના કલેકટરશ્રી આયુષકુમાર ઓકે કરેલી તાકિદને કારણે આખરે સોમવારે અમરેલીના રસ્તાના કામનો પ્રારંભ થયો છે અને ગઇ કાલે કમીટી દ્વારા લેવાયેલા નમુના પાસ થઇ ગયાનો રિપોર્ટ આવતા જ સૌ પ્રથમ જિલ્લા પંચાયત રોડ ઉપર કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે અને હવે શહેરમાં તબકકાવાર બીજા રોડ લેવાશે કામ શરૂ કરાતા તંત્ર દ્વારા જિલ્લા પંચાયત વાળો રોડ બંધ કરાયા છતા આ રોડ બંધ હોવાથી અજાણ એવા લોકોની અવરજવર શરૂ રહી હતી. કામ શરૂ થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે






error: Content is protected !!