દોઢીનેસમાં શિકારની શોધ માટે આવી ચડેલ ભુખી સિંહણ સાથે માલધારીએે બાથ ભીળી

ડાભાણી,ધારીનાં દુધાળાથી તુલસીશ્યામ જતા માર્ગ માં જંગલની અંદર આવેલ દોઢીનેસમાં માલધારીની બહાદુરી અને હિંમ્મતનો વધ્ાુ એક કિસ્સો જોવા મળ્યો હતો.જેમાં માલધારીનાં પાડરૂની સામે આફત આવતા શિકારની શોધમાં આવી ચડેલી ભુખી સિંહણ સાથે દોઢીનેસમાં માલધારીએ સિંહણનો બહાદુરીથી સામનો કરી પોતાના ઢોરનું રક્ષણ કર્યુ હતુ પણ તે પણ ધાયલ થયા હતા. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ દોઢીનેસમાં માલધારી લાકડા કાપતા હતા અને પાળા પાસે અચાનક આવી ચડેલી ભુખી સિંહણે ભાળાનો શિકાર કરવા જતા કાળુભાઇએ સિંહણ બથભીડી ગયા હતા.કાળુભાઇ વસરામભાઇ મોરી ઉપર હુમલો કરતા તેમને હાથ તથા ખંભાનાં ભાગે ઇજાઓ પહોંચી હતી. કાળુભાઇને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે વનવિભાગને પણ જાણ કરવામાં આવી છે.
« આખરે અમરેલીના રસ્તાના કામનો પ્રારંભ (Previous News)
(Next News) વડિયાનાં સનાળા ગામે સીંહ બેલડીએ ગાયનું મારણ કાર્યુ »