Main Menu

અમરેલીમાં નાગરીક બેંકમાં શીલ્ડ વિતરણ; સહકારી સેમીનાર યોજાયો

અમરેલી,અમરેલી જિલ્લાની ચારેય ટોચની સહકારી સંસ્થાઓ દ્વારા તા. 14/11થી શરૂ થયેલ. સહકાર સતાથી ઉજવણીમાં આજે ત્રીજા દિવસે જિલ્લામાં સારૂ કામ કરતી નાગરીક સહકારી બેંકોની સ્પર્ધામાં. પ્રથમ ક્રમે આવેલ. અમરેલી નાગરીક સહકારી બેંક લી.માં જિલ્લા સહકારી સંઘનાં ચેરમેન મનિષભાઇ સંઘાણીની હાજરીમાં શીલ્ડ વિતરણ અને સહકારી સેમીનાર યોજાયો હતો. સૌપ્રથમ જિલ્લા સંઘનાં સીઇઆઇ એસ.પી.ઠાકર દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતાં. ત્યારબાદ ગુજરાત રાજય સહકારી સંઘ દ્વારા યોજાતી ઉતમ કામ કરતી જિલ્લાની શ્રેષ્ઠ નાગરીક સહકારી બેંકોની હરિફાઇમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર. અમરેલી નાગરીક સહકારી બેંકનાં ચેરમેન જયેશભાઇ નાકરાણીને જિલ્લા સહકારી સંઘનાં ચેરમેન મનિષભાઇ સંઘાણીએ શીલ્ડ અને પ્રમાણપત્ર તેમજ સહકારી સપ્તરંગી ધ્વજ એનાયત કર્યા હતાં. આ પ્રસંગે બેંકનાં મેનેજીંગ ડિરેકટર ભાવીનભાઇ સોજીત્રા, ચેરમેન જયેશભાઇ નાકરાણીને જિલ્લા સંઘનાં ચેરમેન મનિષભાઇ સંઘાણીએ શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરેલ. અત્રે ઉલ્લેખનીય છે કે,જિલ્લાની બધી બેંકોમાં ઉત્કૃષ્ટ પર્ફોમન્સ અને ગુડ ગર્વનન્સનાં મુદાઓ ધ્યાને રાખી આ શીલ્ડ અને પ્રમાણપત્ર અપાય છે. તેમાં અમરેલી નાગરીક સહકારી બેંકની કામગીરીમાં બેંકનાં ડિરેકટર પી.પી.સોજીત્રાનાં સતત માર્ગદર્શન હેઠળ અમરેલી નાગરીક બેંકે જિલ્લામાં સર્વ શ્રેષ્ઠ બેંક તરીકે આગવી ઓળખ ઉભી કરી છે. ગુજરાત રાજય સહકારી સંઘ તરફથી આ સન્માન બેંકને અમરેલી જિલ્લા સંઘનાં માધ્યમથી પ્રાપ્ત થયેલ છે. આ પ્રસંગે બેંકનાં ચેરમેન જયેશભાઇ નાકરાણીએ જણાવેલ કે. બેંકની કામગીરી બદલ જે સન્માન પ્રાપ્ત થયુ છે. તે બદલ આનંદની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે જિલ્લા સંઘનાં અધ્યક્ષ મનિષભાઇ સંઘાણીએ જણાવેલ કે આજનાં દિવસનું વિષય વસ્તુ સફળ સંસ્થાઓનાં ઉદાહરણથી શિક્ષણ અને તાલીમને નવો અભિગમ આપેેલ. તેમજ સહકારી પ્રવૃતિમાં સમાજનાં આર્થીક સામાજીક યોગદાન વિશે માર્ગદર્શન આપેલ. જિલ્લા સંઘની કામગીરીથી વાકેફ કરી જિલ્લા સંઘનાં કાર્યક્રમોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આભારવિધિ નાગરીક બેંકનાં જનરલ મેનેજર આવિષ્કાર ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા સંઘનાં એકઝીકયુટીવ ઓફિસર તેમજ નાગરીક સહકારી બેંકનાં સભાસદો અને કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


error: Content is protected !!