Main Menu

અમરેલી અમર ડેરીમાં સહકારી સેમીનાર યોજાયો

અમરેલી,
અમરેલી જીલ્લાની ચારેય ટોચની સહકારી સંસ્થાઓ દ્વારા તા.14/11 થી શરૂ થયેલ સહકારી સપ્તાહની ઉજવણીમાં. આજના પાંચમાં દિવસે અમરેલી અમર ડેરી ખાતે જીલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઇ સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્ર્વિનભાઇ સાવલીયાની ઉપસ્થિતિમાં સરકારશ્રીની નવી યોજનાઓનું સહકારી સંસ્થાઓ દ્વારા અમલીકરણ એ વિષયવસ્તુ પર સહકારી સેમીનાર યોજાયો હતો. સૌ પ્રથમ અમર ડેરીના જનરલ મેનેજર ધાર્મિકભાઇ રામાણીએ સૌનું શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા. ત્યાર બાદ ડેરીના ચેરમેન અશ્ર્વિનભાઇ સાવલીયાએ જીલ્લા સંઘના ચેરમેન મનીષભાઇ સંઘાણીનું શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતુ. ત્યાર બાદ ઉપસ્થિત દુધ મંડળીઓના મંત્રીશ્રીઓએ અશ્ર્વિનભાઇ સાવલીયા ચેરમેન અમર ડેરી, એમ.ડી. ડો. આર.એસ.પટેલ, જનરલ મેનેજર ધાર્મિકભાઇ રામાણીનું શાલ ઓઢાડી સ્વાગત કરેલ. અમર ડેરીના એમ.ડી. આર.એસ.પટેલે જણાવેલ કે દીર્ધ દ્રષ્ટિયુક્ય નેતાગીરીના લીધ્ો અપાયેલ આ અમર ડેરીએ ટુંકાગાળામાં ખુબ જ પ્રગતિ કરેલ છે. ખેડુતો, પશુ પાલકો અને ગ્રામ્ય રોજગારીના સર્જન અને વિકાસમાં ખુબજ મોટો ફાળો આપેલ છે. સહકાર સપ્તાહની ઉજવણી પ્રસંગે તેઓએ ખુશી અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ જીલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઇ સંઘાણીએ જણાવેલ કે આજના દિવસનું વિષયવસ્તુ સરકારશ્રીની નવી યોજનાઓનું સહકારી સંસ્થાઓ દ્વારા કેવી રીતે વધ્ાુ વ્યાપક પ્રમાણમાં અમલીકરણ કરી છેવાડાના અને ગરીબ માણસને લાભાન્વિત કરી શકાય. તે અંગે સમજણ આપી સ્કીલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, પ્રધાનમંત્રી જન ધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન વિગેરે યોજનાઓનો ઉલ્લેખ કરી. તેઓએ તેની સહકારી માળખાની મદદથી વધ્ાુ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવા માટે. સહકારી માળખાની સુંદર કામગીરી અને દ્રઢ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. હજુ પણ ખુબ બાકી રહેલા લોકો સુધી આ યોજનાઓ પહોંચે તે માટે હાંકલ કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી અમર ડેરીના ચેરમેન અશ્ર્વિનભાઇ સાવલીયાએ જણાવેલ કે હાલમાં દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આરસીઇપી કરારમાં ન જોડાઇને સમગ્ર દેશના સહકારી દુધ ઉત્પાદનના માપીેયાને બહુ મોટી ક્ષતીમાંથી બચાવી લીધ્ોલ છે. કેમ કે આ કરારમાં જો આપણો દેશ જોડાયો હોત તો વિદેશી દુધની બનાવટો સસ્તા ભાવે ખુબ મોટા પ્રમાણમાં આપણા બજારોમાં ઠલવાત. અને આપણા સહકારી દુધ વ્યવસાયને ખુબ મોટુ નુકશાન થઇ શકે. તેવી પરિસ્થિતિ તેઓની દીર્ઘ દ્રષ્ટિ અને આપણા સહકારી નેતૃત્વની સબળ રજુઆતોને લીધ્ો નિવારી શકાય છે. આ પ્રસંગે અમરેલી જીલ્લામાં આ વખતે યોજાયેલ આ સહકારી સપ્તાહના અને તેના વિવિધ સેમીનારો દ્વારા વ્યાપક પણે લોકો સુધી સહકારની વાત પહોંચાડવા માટે તેમણે મનીષભાઇ સંઘાણીને અભિનંદન પાઠવ્યા હતા. તેમની આગવી શૈલીમાં વિસ્તૃત માહીતી અને માર્ગદર્શન આજના પ્રસંગે આપેલ. અમર ડેરી અમરેલીના ડો. કામદાર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. ડેરીના અધિકારી ગઢવીભાઇ, ચિંતનભાઇ સહિત કર્મચારીગણે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર સેમીનારનું સંચાલન જીલ્લા સંઘના સી.ઇ.આઇ. એચ.પી.ઠાકર દ્વારા કરવામાં આવી હતી.






error: Content is protected !!