Main Menu

બગસરા નાગરીક શરાફી સહકારી મંડળી દ્વારા અખીલ ભારત સહકાર સપ્તાહની ભવ્ય ઉજવણી

બગસરા, અખીલ ભારત સહકાર સપ્તાહ 14 નવેમ્બરથી 20 નવેમ્બર દરમ્યાન રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓનાં દિગવિજય નેતા દિલિપભાઇ સંઘાણીનાં સહકારી પ્રવૃતિનાં વિચારને અનુમોદન આપી. બગસરા નાગરીક શરાફી સહકારી મંડળીનાં ચરમેન રશ્ર્વીનભાઇ ડોડીઆએ મહાત્મા ગાંધીજીની 150મી પુણ્યતીથીએ તેના સહકારી પ્રવૃતિ થકી. સારએ સમાજનાં આર્થિક ઉત્થાન અને વિકાસ કરવાનો તેમજ વર્તમન સમયમાં સહકારી મંડળીઓનું રાષ્ટ્રીય નિર્માણમાં મહત્વનો ફાળો રહેલો છે. જેને ઉજાગર કરવા માટે આ અખીલ ભારત સહકાર સપ્તાહ સાતરંગી સહકારી ધ્વજ આરોહન કરી ઉજવણી કરવામાં આવેલ. જેમા મંડળીનાં ચેરમેન અશ્ર્વીનભાઇ ડોડીઆ, અમદાવાદ શાખા એમ.ડી. કમ એ.એમ.સી.કોર્પોરેટર અશ્ર્વીનભાઇ પેથાણી, બગસરા સુધરાઇ કામદારનાં પ્રમુખ ભીખુભાઇ કુંભાર, ગોપાલ મહિલા ઉત્પાદક ઓ. સહકારી મંડળીનાં ચેરપર્સન કુસુંમબેન ડોડીઆ,પાલીકાના પ્રમુખ રસીલાબેન પાથર,વરસડાનાં પંચાયતનાં પુર્વ પ્રમુખ કાળુભાઇ વાળા, મંડળનાં ધારી, અમરેલી, ચલાલા, લીલીયા, રાજકોટ, અમદાવાદ શાખા ક્ષેત્રનાં શાખા એમ.ડી.તથા ડીરેકટરશ્રીઓ અને એડવાઇઝર બોર્ડનાં સભ્યો તમામ કર્મચારી ગણ ઉપસ્થિત રહી સહકારી ગાન સાથે ઉજવણી કરેલ. તેમજ મંડળીનાં એમ.ડી.નીતેશભાઇ ડોડીઆ અને જનરલ સેક્રટરીશ્રી મહેતાની યાદીમાં જણાવાયું છે.



(Next News) »



error: Content is protected !!