Main Menu

ઇન્દોરમાં નિડર પત્રકારત્વ ઉપરના દમનને વખોડતો અમરેલી જિલ્લા તંત્રી સંઘ

અમરેલી,પરજીયા સોની સમાજના ગૌરવ અને અમરેલી જિલ્લાના ધારગણી ગામના વતની તથા નિડરતાથી સત્ય સમાચાર લોકો સમક્ષ લાવતા શ્રી જિતુભાઇ સોની ઉપર મધ્યપ્રદેશ સરકાર દ્વારા કિન્નાખોરીભરી કાર્યવાહી કરાતા અખબારી આલમમાં ભારે રોષ ફેલાયો છે. મધ્યપ્રદેશમાં ભ્રષ્ટાચારીઓની પોલ ખોલી તેને ત્રાહીમામ પોકારાવી દેનારા શ્રી જિતુભાઇ સોનીના “સંજા લોકસ્વામી’ સમુહ ઉપર દરોડા પાડી મધ્યપ્રદેશ સરકારે પ્રેસની સ્વતંત્રતા ઉપર તરાપ મારતા તેના ઘેરા પ્રત્યાઘાતો અખબારી જગતમાં પડયા છે અને અમરેલી જિલ્લા તંત્ર સંઘના કન્વીનર શ્રી ભરતભાઇ ચૌહાણ તથા પ્રમુખ શ્રી હિમતભાઇ સરખેદીએ આ હીન પ્રયાસનો વિરોધ કરી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને આ કાર્યવાહીને વખોડી છે. મધ્યપ્રદેશમાં હનીટ્રેપનો પર્દાફાશ કરનાર સંજા લોકસ્વામી અખબાર ઉપર દરોડા પાડી અપરાધીઓની જેમ કાર્યવાહી કરાતા ઇન્દોરમાં મીડીયા હાઉસના સેકડો પત્રકારો સંજા લોકસ્વામી સમુહના વડા શ્રી જિતુભાઇ સોનીની મદદે પહોંચ્યા હતા કારણે કે મધ્યપ્રદેશમાં નિડર પત્રકારત્વને જીવંત રાખવામાં સિંહફાળો આપનારા શ્રી જિતુભાઇ સોનીનો અવાજ બંધ કરવાના મધ્યપ્રદેશ સરકારના હીન પ્રયાસ સામે અખબારી જગતમાં રોષ ભભુકયો છે અને અખબારની સ્વતંત્રતા રૂંધી સચ્ચાઇનો અવાજ દબાવવા માંગતી મધ્યપ્રદેશ સરકારની કાર્યવાહીને અમરેલી જિલ્લાતંત્રી સંઘ દ્વારા વખોડવામાં આવી છે તેમ જિલ્લા તંત્રી સંઘના કન્વીનર શ્રી ભરતભાઇ ચૌહાણ તથા પ્રમુખ શ્રી હિંમતભાઇ સરખેદીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, દ્રશ્યમ ફીલ્મની માફક એક ગરીબ દિકરીની કરાયેલી હત્યાનો ભેદ ઉકેલી તેના રાજકીય હત્યારાઓને જેલની પાછળ ધકેલનાર શ્રી જિતુભાઇ સોનીને તેમને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત પણ કરાયા છે અને આ હત્યાનો ભોગ બનનાર દિકરીના માતા-પિતાને આ એવોર્ડ અપર્ણ કરી ઝીંદાદીલીનો પરીચય આપનાર ઝાંબાજ પત્રકાર શ્રી જિતુભાઇના ભષ્ટ્રાચાર સામેના અવિરત મીશનને રોકવા સરકાર સાવ છેલ્લે પાટલે બેઠી છે.


error: Content is protected !!