Main Menu

ફરી બગસરામાં માનવભક્ષી દીપડો ત્રાટકયો: ભય છવાયો

બગસરા,ગઇ કાલે દિપડાએ ફાડી ખાધ્ોલા ખેડુતની લાશનું હજુ પોસ્ટમોર્ટમ પણ નથી થયું ત્યા જ આજે સાંજના સમયે વાડીમાંથી બકાલુ વીણી આવી રહેલા ખેતમજુરને બગસરાના મુંજીયાસર ડેમના પાળા પાસે આવેલી વાડીમાં પગે બટકુ ભરી લીધાનો બનાવ બહાર આવ્યો છે અને ઇજા પામનારા મજુરને બગસરા દવાખાને ખસેડાયો છે.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, બગસરા પાલિકાના સદસ્ય નારણભાઇ કરશનભાઇ માલવીયાની વાડી બગસરાથી સાતેક કી.મી. દુર શાપર જવાના માર્ગે મુંજીયાસર ડેમ પાસે આવેલી છે ત્યા છેક મજુરો રહે છે તે પૈકીનો પ્રકાશ હરજીભાજા બરજોડ નામનો મજુર બકાલુ વીણી પરત આવતો હતો ત્યારે વાડીના ફરજા પાસે આવેલા દીપડાએ તેનો પગ પકડી લીધો હતો આ સમયે સાથે રહેલા મજુરોએ દેકારો કરતા દીપડો તેને પડતો મુકી નાસી ગયો હતો પ્રકાશને સારવાર માટે બગસરા દવાખાને ખસેડાયો હતો.






error: Content is protected !!