Main Menu

શ્રી હિરાભાઇ સોલંકી પરિવાર શ્રી મોદી,શ્રી શાહની મુલાકાતે

રાજુલા,રાજુલા જાફરાબાદ અને ખાંભા ધારાસભા મત વિસ્તારના સૌથી સીનીયર પુર્વ ધારાસભ્ય અને પુર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકીએ તા.5 મી ડિસેમ્બરે દિલ્લી ખાતે લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે એક બેઠક કરી હતી. આ બેઠક લાંબા સમય સુધી ચાલી હતી. અને સૌરાષ્ટ્રના અનેક વિધ પ્રશ્ર્નોની પણ હીરાભાઇએ ચર્ચા કરી હતી. સૌરાષ્ટ્રમાં માછીમારોના વણ ઉકેલ અનેક પ્રશ્નોના નિરાકરણ માટે પણ ચર્ચાઓ થયાનું જાણવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્રનાં વર્તમાન રાજકારણ અંગે હીરાભાઇ સાથે મહત્વપુર્ણ ચર્ચા કર્યાના વાવડ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે હીરાભાઇ સોલંકી કોળી સમાજના મસીહા સમા નેતા છે. સૌરાષ્ટ્રમાં વસતા કોળી સમાજ ઉપર તેમની પકડ મજબુત છે. કોળી સમાજમાં તેઓ હરહંમેશ જે કાંઇ પણ કરવુ પડે તે માટે તત્પર રહે છે. રાજકીય રીતે વાત કરીએ તો નરેન્દ્રભાઇ મોદીને હીરાભાઇ સોલંકી ઉપર વિશ્ર્વાસ પણ મોટો છે. નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાતને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતનાં કોળી સમાજે આવકારી છે. આ મુલાકાત પછી એવુ અનુમાન થઇ શકે કે આગામી સમયમાં હીરાભાઇનું રાજકીય કદ વધશે.


error: Content is protected !!