Main Menu

માલવીયા પીપરીયાની હત્યામાં બે શખસોને પકડી પાડી ભેદ ઉકેલતી અમરેલી એલસીબી

અમરેલી,ગઇ તા.30/11/2019 ના રોજ લાઠી તાલુકાના માલવીયા પીપરીયા ગામની સીમમાંથી એક અજાણ્યા યુવકની લાશ ઇજા થયેલ હાલતમાં મળી આવેલ હતી.માલવીયા પીપરીયા ગામે રહેતા અને મજુરી કામ કરતાં સોમજીભાઇ પ્રેમજીભાઇ મકવાણા સવારે કુદરતી હાજતે જતા હતાં. તે વખતે દાનાભાઇ રૂડાભાઇ ગંગલના ખેતર પાસે અવાવરૂ જગ્યામાં ઇજા થયેલ હાલતમાં એક યુવકની શંકાસ્પદ લાશ પડેલ હોય. જે અંગે લાઠી પોલીસ સ્ટેેશનમાં જાણ કરતાં તેમની જાહેરાત પરથી અંગે લાઠી પોલીસ સ્ટેપશનમાં અકસ્માાત મોત બનાવ રજી. થયેલ. અને લાઠી પોલીસ દ્વારા યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા લાશને ભાવનગર મેડીકલ કોલેજમાં ફોરેન્સિક વિભાગમાં મોકલી આપેલ હતી. અજાણ્યા યુવકની લાશની ઓળખ અંગે તપાસ હાથ ધરતાં આ લાશ તેરૂભાઇ ટીટુભાઇ ભુરીયા, રહે.મુળ ડુંગરા(ધન્ના) તા.જી.જાંબવા (મધ્યપ્રદેશ) હાલ રહે.ચલાલા સાવરકુંડલા રોડ તા.ધારી જી.અમરેલી વાળાની હોવાનું અને મરણ જનારની સાથે તેનો મોબાઇલ ફોન તથા રોકડા રૂ.1200/- તથા એ.ટી.એમ.કાર્ડ હતું તે ગુમ થયેલ હોવાનું જાણવા મળેલ હતું. મરણ જનારની લાશનો પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવતાં મરણ જનારને કોઇ બોથડ પદાર્થ વડે માર મારી મોત નિપજાવેલ હોવાનું લખાઇ આવતાં મરણ જનારના દિકરા પ્રદિપભાઇ ઉર્ફે કાળુ તેરૂભાઇ ટીટુભાઇ ભુરીયા ઉ.વ.21 રહે.મુળ ડુંગરા(ધન્ના), તા.જી.જાંબવા (મધ્યપ્રદેશ), હાલ રહે.ચલાલા, સાવરકુંડલા રોડ, તા.ધારી જી.અમરેલી વાળાએ પોતાના પિતાને કોઇ અજાણ્યા ઇસમે લુંટ કરવાના ઇરાદે કોઇ બોથડ પદાર્થ વડે ગંભીર ઇજાઓ કરી, મોત નિપજાવી, મોબાઇલ ફોન, રોકડ રકમ અને એ.ટી.એમ.કાર્ડ લુંટી ગયેલ હોવાની ફરિયાદ આપતાં અજાણ્યા ઇસમ વિરૂધ્ધ લાઠી પો.સ્ટે, ખુનનો ગુન્હો રજી. થયેલ. અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે ઉપરોક્ત લુંટ કરવાના ઇરાદે થયેલ ખુનનો ગુન્હો અનડીટેક્ટ હોય, ગુન્હાની વિગતોનો ઉંડાણપુર્વક અભ્યાસ કરી, ખુન જેવા ગંભીર પ્રકારના ગુન્હાને ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.આર.કે.કરમટા તથા લાઠી પો.સ.ઇ.વાય.પી.ગોહિલને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવતાં લાઠી પો.સ્ટે . વિસ્તારમાંથી મરણ જનારની લાશ મળી આવેલ હોય આજુ બાજુના વિસ્તારમાં ખેત મજુરી કરતાં અને બે ત્રણ દિવસમાં શંકાસ્પઅદ હિલચાલ ધરાવતાં મજુરો અંગે તપાસ કરી અજાણ્યા આરોપીને શોધી કાઢવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન અંગત બાતમીદાર તથા ટેક્નીકલ સોર્સ મારફતે જાણવા મળેલ કે આ ગુન્હાધમાં સંડોવાયેલ બે શંકાસ્પાદ શખ્સોે માલવીયા પીપરીયા ગામેથી અમરેલી તરફ જનાર છે. તેવી ચોક્કસ માહિતી મળતાં પીપરીયા ગામ નજીક વોચ ગોઠવતાં એક મોટર સાયકલ ઉપર બે શખ્સો નીકળતાં તે બંને શખ્સોેને રાઉન્ડ અપ કરી તેમની પુછપરછ કરતાં તે બંનેએ મળીને તેરૂભાઇ ટીટુભાઇ ભુરીયાને લુંટી લેવાના ઇરાદે લાકડાના ધોકા વડે માર મારી, તેની પાસે રહેલ રોકડા રૂ.1200/- તથા એ.ટી.એમ.કાર્ડ તથા મોબાઇલ ફોન લુંટી લઇ, તેનું ખુન કરી નાંખી, તેની લાશને અવાવરૂ વિસ્તારમાં છોડી દીધેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી. આ કામના આરોપી સુમિત માનસિંગભાઇ ભાભોર માલવીયા પીપરીયા ગામની સીમમાં મનાભાઇ કુરજીભાઇ બરવાળીયાની 15 વિઘાની વાડી ભાગવી રાખેલ અને તેની વાડીએ બીજો આરોપી રમસુ સોમાભાઇ મકવાણા ખેત મજુરી અર્થે આવેલ હતો. બનાવના દિવસે તા.29/11/2019 ના રોજ રમસુને પૈસાની જરૂર હોય, તેનો સાઢુભાઇ વડીયાના બાદનપુર ગામે રહેતો હોય, તેની પાસેથી પૈસા માગવા માટે રમસુ તથા સુમિત મોટર સાયકલ લઇને બાદનપુર ગયેલ પરંતુ રમસુના સાઢુભાઇએ પૈસા આપેલ નહીં અને ત્યાંથી પાછા ફરતી વખતે અમરેલીમાં બસ સ્ટેશન નજીક મરણ જનાર તેરૂભાઇ ટીટુભાઇ ભુરીયા મળી આવતાં તેમને રમસુ ઓળખતો હોય, તેરૂભાઇએ રમસુને કહેલ પોતાને વતનમાં જવુ છે, જેથી રમસુને એવું લાગેલ કે આ તેરૂભાઇ પોતાના વતનમાં જાય છે. તો તેની પાસે ખેત મજુરીના ઘણા રૂપીયા હશે તેમ વિચારી, કોઇ પણ રીતે તેરૂભાઇને લુંટી લેવાનું નક્કી કરી, તેરૂભાઇને કહેલ કે અમારી સાથે ચાલ, બાયપાસેથી તને બસમાં બેસાડી દઇશુ, તેમ કહી તેરૂભાઇને મોટર સાયકલમાં વચ્ચે બેસાડી માલવીયા પીપરીયા ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ લઇ ગયેલ અને પછી રમસુએ ત્યાં પડેલ લાકડાનો ધોકો લીધેલ અને તેરૂભાઇની સામે ધોકો ઉગામી કહેલ કે “”તારી પાસે કેટલા પૈસા છે ? ’’ તેમ કહેતા તેરૂભાઇએ પોતાની પાસે રૂ.1200/- હતાં તે કાઢી આપતા રમસુએ લઇ લીધેલ અને નોટોની સાથે એ.ટી.એમ. પણ કાઢતા તે પણ લઇ લીધેલ અને તે પછી રમસુએ એક ધોકો આ તેરૂભાઇને મારતા તેરૂભાઇ ભાગતા રમસુ તથા સુમિત તેની પાછળ દોડેલ તેરૂભાઇને આડેધડ ધોકા અને ઢીકા પાટુનો માર મારતાં તેરૂભાઇ મરણ પામેલ. પછી રમસુ તથા સુમિતે તેરૂભાઇની લાશ અવાવરૂ વિસ્તારમાં મુકી દીધેલ અને તેનું પેન્ટે કાઢી, તેમાં રહેલ ચોર ખીસાંઓ તપાસેલ પરંતુ કંઇ મળી નહીં આવતાં પેન્ટ રસ્તામાં ફેંકી દીધેલ અને વાડીએ પાછા આવી સુઇ ગયેલ. આમ, પૈસાની લાલચમાં આવી, રમસુ અને સુમિતે તેરૂભાઇને લાકડાના ધોકા અને ઢીકા પાટુ વડે માર મારી, મોત નિપજાવી, મોબાઇલ ફોન, રોકડા રૂપીયા તથા એ.ટી.એમ.કાર્ડ લુંટી લીધેલ.


error: Content is protected !!