Main Menu

72 કલાકમાં આદમખોર દીપડાને ઠાર મરાશે : શુટરો મેદાનમાં

અમરેલી,અમરેલી જિલ્લામાં હાહાકાર મચાવતા દીપડારાજનો અંત લાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો તંત્રને આદેશ કરતા 72 કલાકમાં આદમખોર દીપડાને ઠાર મારવા માટે વનતંત્ર અને પોલીસ તંત્રના શુટરો મેદાનમાં આવ્યા છે. તાજેતરમાં બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે વન્યપ્રાણી દ્વારા હુમલાના બનાવો બન્યા છે જે અન્વયે ગાંધીનગર વન વિભાગના મુખ્ય વન સંરક્ષકશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી તથા અમરેલીના નાયબ વન સંરક્ષક દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માનવભક્ષી બનેલ દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા જૂનાગઢ, ગાંધીનગર અને અમરેલી વન વિભાગના વન કર્મીઓ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરશે. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા મેગા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તેમજ શૂટ એટ સાઈટના ઓર્ડર પણ આપવામાં આવ્યા છે. સંભવિત વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 30 જેટલા પીંજારા મુકવામાં આવ્યા છે. વન વિભાગના 3 સી.સી.એફ. અને 7 જેટલા ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ ઓપરેશન થઇ રહ્યું છે. અંદાજે 6 થી 7 જગ્યા એ શૂટ એટ સાઈટ માટે શાર્પ શુટરની ટીમ તૈયાર કરવામાં આવી છે. દીપડો ક્યાં છુપાયેલો છે તેને શોધવા કુલ 8 જેટલા ભભ્ફ કેમેરા લગાવવામાં આવ્યા છે તેમજ નવા 16 કેમેરા પણ લગાવવામાં આવશે. વધુ માં આવતીકાલથી 24ટ7 કંટ્રોલ રૂમ પણ શરુ કરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓએ ઓપરેશન પૂરું પાડવા માટે લોકોનો સહકાર મળે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. વધુમાં માંચડા બનાવવા તથા પાણીના ટાંકા બતાવવાની યોજના શરુ કરે જેથી રાત્રીના પાવરમાં પાણીનો સ્ટોરેજ કરીને દિવસે પાણીનો ઉપયોગ કરી શકાય અને પ્રભાવિત વિસ્તારમાં સત્વરે આ કામગીરી હાથ ધરવામાં આવશે. મુખ્ય વન સંરક્ષકશ્રીએ અત્રે કેમ્પ કર્યો છે ત્યાં તેમની 11 જેટલી ટીમો કાર્યરત છે એમને વધુ મદદરૂપ થવા માટે પોલીસની 11 ટીમો કામગીરી માં જોડાશે. આ ઉપરાંત ખેડૂતો અને ખેતમજૂરોને સાંજે સાત વાગ્યા બાદ ખેતરમાં ન જાય તે માટે સૂચના આપવામાં આવી છે.


error: Content is protected !!