Main Menu

વન્ય પ્રાણીઓએ માઝા મુકી છે ત્યારે સરકારી તંત્ર નિષ્ફળ : હવે અમને છુટ આપો : શ્રી દિલિપ સંઘાણી

અમરેલી, અમરેલી વિસ્તારમાં દિપડા જેવા વન્ય પ્રાણીઓ દ્વારા રેવન્યુ ક્ષેત્રમાં ઘુસી પશુઓ અને માનવોને ફાડી ખાવાનાં બનાવો વધતા કૃષિ ગ્રામ્ય વિકાસ પરીષદનાં સ્થાપક પ્રમુખ, રાજયનાં પુર્વ કેબીનેટ મંત્રીશ્રી દિલિપભાઇ સંઘાણીએ આવા પ્રાણીઓને પુરા કરવા માટે સરકાર પાસે છુટ માંગતા ચર્ચા જાગી છે. સ્વરક્ષણ માટેનો અબાધિત અધિકાર બંધારણીય જોગવાઇમાં સમાવાયેલ છે. અને તેનો ઉપયોગ માણસમાત્ર તેમના પર રહેલ જીવનાં જોખમ સમયે સ્વરક્ષણ માટે કરી શકે છે. આ માટે પ્રસ્તુત વિગત આપતા શ્રી સંઘાણીએ રાજયનાં વનમંત્રી ગણપતભાઇ વસાવાને પત્ર પાઠવી જણાવેલ કે આપશ્રીનાં ધ્યાને એટલા માટે મુકી રહયો છુ. કે વન્ય હિંસક પ્રાણીઓ છેલ્લા ઘણા લાંબા સમયથી રોજીંદા ઓછામાં ઓછા એક અથવા તેથી વધ્ાુ પશુનું મારણ તેમજ ખેડુતો-ખેતમજુરો ઉપર જીવલેણ હુમલાનાં કારણે ખેડુતો-ખેતમજુરો ખેતી છોડવા મજબુર બન્યા છે. જેથી ના છુટકે માનવભક્ષી પ્રાણીઓને મારવાની મંજુરી આપની સમક્ષ માગવી પડે છે. વન્ય પશુઓ જંગલ વિસ્તાર છોડીને રેવન્યુ વિસ્તાર સહિત માનવીય રહેણાંક વિસ્તારમાં વિચરવા લાગ્યા છે. ખોરાક અને પાણીની તલાશમાં ફરતા આ પ્રાણીઓ પશુધન અને ખેતરમાં કામ કરતા ખેડુતો અને ખેતમજુરો પર જીવલેણ હુમલો કરીને મોતનાં મુખમાં ધકેલે છે. પશુઓનું મારણ થાય છે. વન્ય પશુઓનાં ત્રાસને કારણે ખેડુતો – ખેતમજુરો ખુબ ભયભીત પરિસ્થિતીમાં છે. જીવલેણ હુમલાનાં જોખમમાં છે તેમજ પશુ પાલકો પોતાનાં પશુઓને ચરાવવા જતા પણ ડરે છે. પશુ પાલકો પોતાનો વ્યવસાય છોડવા મજબુર બન્યા છે. ભારતીય દંડ સંહિતાની જોગવાઇ કલમ-100 મુજબ માનવી પોતાનાં સ્વબચાવ માટે સામે માણસ દ્વારા જીવનું જોખમ હોય. મારવાનો અધિકાર આપેલ છે. પરંતુ હિંસક પ્રાણીઓ દ્વારા હુમલાઓની બાબતમાં કોઇ ઉલ્લેખ નથી. ત્યારે આપની પાસે વન્ય પ્રાણીઓ દ્વારા કોઇ માનવ વિસ્તારમાં કે રેવન્યુ વિસ્તારમાં માનવભક્ષી હિંસક વન્યપ્રાણી આવે ત્યારે ખેડુતો અને ખેતમજુરોને રક્ષણ આપી શકે તે માટે તંત્ર પાસે કોઇ વ્યવસ્થા કે કાનુની જોગવાઇ નથી. મને મળતી માહિતી મુજબ માનવભક્ષી હિંસક પ્રાણીઓને મારવા માટે વન વિભાગનાં અધિકારીઓને સરકાર દ્વારા નિર્દેશ આપેલા છે. પરંતુ વન વિભાગનું તંત્ર સંપુર્ણ નિષ્ફળ ગયુ છે. અથવા તો ઘોર બેદરકારી સેવે છે. જેને કારણે ઘણા લાંબા સમયથી રોજ-બરોજ અમારા સૌરાષ્ટ્ર ક્ષેત્રનાં ખેડુત-ખેતમજુર કે પશુપાલકો પશુઓનુ કે જેના આધારીત રોજગારી છે. તેમને મારવાનાં રોજ-બરોજનાં બનાવો બની ચુકયા છે. ત્યારે સમગ્ર કૃષિ ગ્રામ હિતમાં કામ કરતી સંસ્થા કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ તરફથી આપને વિનંતી છે કે, આપને કાયદાથી મળતા અધિકારનો ઉપયોગ કરીને રેવન્યુ અને માનવ વસાહતનાં વિસ્તારમાં આવા કોઇ વન્ય હિંસક માનવભક્ષી પ્રાણીઓ આવે તો તેમને મારવાની કાયદેસરની છુટ અને અધિકાર અમારી સંસ્થાને આપવામાં આવે. અમારી સંસ્થા પોતાનાં ખર્ચે આ અંગેનાં એક્ષપર્ટ રોકીને આ વિસ્તારનાં માનવીઓ-પશુપાલકો અને પશુધનનું રક્ષણ કરવા માટે હિંસક પ્રાણીઓને મારીને સરકારનાં માર્ગદર્શન મુજબ તે પ્રાણીનાં દેહની નીકાલ સરકારશ્રીનાં આદેશનાં ચુસ્ત પાલન સાથે કરીશું. જેથી તાત્કાલીક અમને આ પરવાનગી આપવા વિનંતી. જેથી ખેડુતો – મજદુરો – પશુપાલકોનાં અને પશુપાલકોનાં પશુઓને રક્ષણ આપી શકાય.


error: Content is protected !!