Main Menu

અમરેલી ડેરી સાયન્‍સ કોલેજમાં ફેરવેલ કાર્યક્નમ યોજાયો

કોલેજ ઓફ ડેરી સાયન્‍સ, કામધેનુ યુનિવર્સિટી, અમરેલી દ્રારા આઠમાં સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓના ફેરવેલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું   કોલેજ ઓફ ડેરી સાયન્‍સની નચીકેતા હોસ્‍ટેલ ખાતે તારીખ  13 / 0પ / ર017 ના રોજ કોલેજ ઓફ ડેરી સાયન્‍સ પરિવાર દ્રારા આઠમાં સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓના ફેરવેલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલુ હતુ. આ કાર્યક્રમના અઘ્‍યક્ષ સ્‍થાને કોલેજ ઓફ ડેરી સાયન્‍સ, અમરેલીના પ્રિન્‍સીપાલ અને ડીનશ્રી, ડો. વિમલ એમ. રામાણી ઉપસ્‍થીત રહેલ હતા તથા કોલેજના સ્‍ટાફગણ ખાસ ઉપસ્‍થીત રહેલા હતા. કાર્યક્રમની શરૂઆત સરવસ્‍તી માતાનું પૂજન અર્ચન કરી ત્‍યારબાદ પ્રિન્‍સીપાલ અને ડીનશ્રી, ડો. વિમલ એમ. રામાણી દ્રારાઆઠમાં સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓને તેમના સારા ભવિષ્‍ય માટે શુભકામનાઓ પાઠવામાં આવેલ. અને સ્‍ટાફગણ દ્રારા વિદ્યાર્થીઓને પ્રસંગોચિત વકતવ્‍ય પણ આપવામાં આવ્‍યું હતું. ફેરવેલ કાર્યક્રમમાં આઠમાં સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓ દ્રારા તેમના ચાર વર્ષના અભ્‍યાસ સમયગાળા દરમ્‍યાનની સ્‍મૃતિઓનું સ્‍વનિદર્શીત ચલચિત્ર પ્રદર્શીત કરવામાં આવેલ હતું. આ સપૂર્ણ કાર્યક્રમનું આયોજન પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્રારા શ્રી એ.જે. ઠેસિયા, ગૃહપતી અને શ્રી એ.પી. પટેલ, મદદનીશ ગૃહપતીના માર્ગ દર્શન હેઠળ કરવામાં આવેલ હતું.



(Next News) »