Main Menu

રાજુલાના રામપરામાં પૂ. મોરારીબાપુની રામકથા યોજાશે

રાજકોટ, રાજુલા તાલુકાના રામપરા ગામ પાસે આવેલા વૃંદાવનબાગ અને રાજુલામાં જે ભવ્યતીભવ્ય સાધનો સાથે વિવિધ રોગોના દર્દીઓની વિનામૂલ્યે નામાંકીત ડોકટરો દ્વારા સેવા આપવાની છે. તેવા મહાત્માગાંધી આરોગ્ય મંદિરના સેવાથે પૂ. મોરારીબાપુએ યજમાન સાથે રામકથા ફાળવી છે. આ રામકથા 14 માર્ચ થી 22 માર્ચ 2020 માં થશે. રાજુલામાં થોડા મહિનાઓ પહેલા પૂ. મોરારીબાપુની વિશેષ ઉપસ્થિતીમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે મહાત્માગાંધી આરોગ્ય ભુવનનું ખાતમુહુર્ત કર્યુ હતું. આ પ્રસંગે પૂ. બાપુએ વૃંદાવનબાગ અને મહાત્માગાંધી આરોગ્ય ભુવનના સેવાર્થે યજમાન સાથે રામકથા આપવાની વાત કરી હતી. જે માર્ચ માસમાં મૂર્તિ મંત થશે. પૂ. બાપુ હરહંમેશ આરોગ્ય ક્ષેત્રની ચિંતા કરતા આવ્યા છે. તેમના વિચારો છે કે ગરીબ વર્ગને જરૂરી તબીબી સારવાર વિનામૂલ્યે સારા નામાંકીત ડોકટરો દ્વારા મળે. પૂ. બાપુના આ વિચારોને આગળ ધપાવવા રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે મુળ રાજુલાના અને હાલ મુંબઇ ખાતે સ્થાયી થયેલા શ્રેષ્ઠીઓનો સંપર્ક કરી અનુદાન મેળવી પૂ. બાપુના આર્શીવાદ સાથે રાજુલામાં મહાત્માગાંધી આરોગ્ય મંદિર બનાવવાનું ભગીરથ કાર્ય હાથધર્યુ છે. કથામાંથી જે આવક થશે તે પૂ. બાપુ વૃંદાવનબાગ આશ્રમ અને મહાત્માગાંધી આરોગ્ય મંદિરને ફાળવશે.(Next News) »error: Content is protected !!