Main Menu

ચાંચ બંદરે ખારા પાણીને મીઠુ બનાવવાનો પ્લાન્ટ અધ્ધરતાલ

અમરેલી,રાજુલાના પીપાવાવ નજીક આવેલ ચાંચ બંદર ખાતે ખારા પાણીને મીઠુ પાણી બનાવવાનો પ્લાન્ટ સ્થાપવા માટેની જમીન પણ અમરેલી જીલ્લા કલેકટર કચેરી દ્વારા સુપ્રત કરી દેવામાં આવી હતી. અને આ પ્લાન્ટ બનાવવા માટે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં માત્ર 3 જ ટેન્ડરો આવ્યા હતા. જેમાં 1000 લીટર પાણીને મીઠુ બનાવવાનો ભાવ રૂા. 60 આસપાસ આવતા હાલ આ યોજના પર પાણી ફરી વળ્યુ છે. અને હવે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની દ્વારા ફરી વખત રાજ્ય સરકારની મંજુરી મેળવી અને ફરી ટેન્ડરો બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીના સુત્રોએ જણાવ્યુ હતુ. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ પીપાવાવ નજીક આવેલ ચાંચ બંદર પાસે દરિયાના ખારા પાણીને મીઠુ પાણી બનાવવાનો વીસ એમ.એલ.ડી. પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં પ્રતિ 1000 લીટરનો ભાવ રૂા. 40 થી 48 ની વચ્ચે નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ માત્ર ત્રણ જ કંપનીઓના ટેન્ડરો ખારા પાણીને મીઠુ બનાવવા માટેના આવ્યા હતા. જેમાં પ્રતિ 1000 લીટરનો ભાવ રૂા. 60 આવતા હાલ તુરંત આ યોજના અધરતાલ બની ગઇ છે. હવે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની દ્વારા ફરી વખત આ યોજનાને સાકાર કરવા માટે રાજ્ય સરકારની મંજુરી મેળવી અને ફરી વખત ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો આ યોજના સાકાર થાય તો રાજુલાના 72 ગામો તથા જાફરાબાદ તાલુકાના 41 ગામોને આ યોજનાનો મહતમ લાભ મળી શકે તેમ છે.« (Previous News)error: Content is protected !!