Main Menu

ઉડતા અમરેલી : જિલ્લામાં 24 કલાકમાં 153 દારૂડીયા લોકઅપમાં પુરાયા

અમરેલી,અમરેલી જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા રેકર્ડબ્રેક કામગીરી કરાઇ હતી આજે છેલ્લા 24 કલાકમાં પોલીસ તંત્રએ પીધ્ોલા અને દારૂ વેંચવાવાળા મળીને કુલ 187 કેસો કરાયા હતા જે અમરેલી જિલ્લામાં પહેલી વખત જ કરાયા છે.અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં દારૂ પીને વાહન ચલાવતા દસ અને રસ્તા ઉપર ઝુમતા 143 તથા દેશી દારૂ વેંચતા 27, ઇંગ્લીશ દારૂ વેંચતા 7 અને બે દારૂ બનાવવાની ચાલુ ભઠી મળીને કુલ 187 સફળ કેસો કરાયા છે જે અમરેલી જિલ્લામાં વિક્રમજનક છે.ગુનેગારને 24 કલાક કલોઅપમાં રાખવાની એસપી શ્રી નિર્લિપ્ત રાયની કાર્ય પધ્ધતી છે અને તેમના દ્વારા અમરેલી જિલ્લામાં નશાખોરો સામે અવિરત લડાઇ ચાલી રહી છે. અને જાણવા મળતી માહીતી અનુસાર શરાબીઓેની આદતને કાયમી રીતે હળવી કરવા માટે અનોખી ઢબે હળવા કરવા એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા ગંભીરતાથી વિચારણા કરાઇ રહી હોવાથી ટુંક સમયમાં જ કાર્યવાહી થશે.


error: Content is protected !!