Main Menu

ચોમાસુ વિદાય લેવાનું નામ લેતુ નથી:જિલ્લાના ખાંભામાં બપોરના સમયે માવઠાથી અફડાતફડી

ખાંભા,ખાંભા તાલુકા ભરમાં છેલ્લા ચાર દિવસથી વાદળ છાયુ વાતાવરણ રહેવાથી ખેડુતોમાં ઉચાટ ફેલાયો છે.તેમાં બપોરે વરસાદી છાંટા પડતા ખેડુતો અને ગૃહીણીઓમાં અફડા તફડીનો માહોલ સર્જાયો છે.ચારેક દિવસથી ખાંભા તાલુકા ભરમાં ઠંડી ગરમી અને વાદળ છાયુ વાતાવરણ રહેવાથી અને તા.13 ના રોજ બપોરે વરસાદી છાંટા પડવાથી ઘઉ,જીરૂ, બાજરી, ચણા અને ઉભા કપાસને ભારે નુકશાન પહોંચવા પામેલ છે. વરસાદી છાંટા પડવાથી ખેડુતો તથા ગૃહીણીઓમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાવા પામેલ છે.4 દિવસથી 24 કલાકમાં ત્રણ રૂતુઓનાં કારણે વાયરલ ઇન્ફેક્શનના કવરણે શરદી, ઉધરસ અને ગળામાં બળતરા અને સાદ બેસી જવાના રોગ અળાયે માથુ ઉચકતા દર્દીઓથી ખાનગી અને સરકારી દવાખાનાઓમાં ભીડ જોવા મળે છે.


error: Content is protected !!