Main Menu

હીંમત હોય તો ગુનો કરી બતાવો : લુખ્ખાઓને શ્રી નિર્લિપ્ત રાયનો પડકાર

અમરેલી,અમરેલી જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા થઇ રહેલી કડક કામગીરીને કારણે ગુનેગારો ભો ભીતર થઇ રહયા છે તેવા સમયે રાજકોટની કુખ્યાત મહીલા સોનુ ડાંગર દ્વારા તેના સાગરીત શિવરાજ ઉર્ફે મુન્નાભાઇ રબારીકાને પોલીસે માર માર્યો હોવાના આક્રોશ સાથે અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાય તથા સાવરકુંડલા રૂરલ પીએસઆઇ શ્રી અલ્પા ડોડીયાને ધમકી સાથે ધાર્મિક લાગણી દુભવતો વિડીયો વાયરલ કરાતા પોલીસ તંત્રએ એક સીનીયર આઇપીએસ ઓફીસર તથા પ્રામાણીક મહીલા પીએસઆઇને અપાયેલી ધમકીને ગંભીરતાથી લઇ અને કાર્યવાહી શરૂ કરી છે ત્યારે અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાયે જણાવ્યું હતુ કે છેલ્લા એક વર્ષથી અમરેલી જિલ્લામાં થઇ રહેલા કાયદાના કડક પાલનને કારણે લુખ્ખાઓએ માનસિક સંતુલન ગુમાવ્યું છે તેના કારણે તે આ પ્રકારની વાતો કરી રહયા છે પણ તેમને મારો પડકાર છે કે, હીંમત હોય તો એક ગુનો કરી બતાવો હું યોગ્ય પગલા ભરીશ.
એસપી શ્રી નિર્લિપ્ત રાયે વધ્ાુમાં જણાવેલ કે, દેશમાં લોકશાહી છે ત્યારે લોકો અને પોલીસ લુખ્ખાઓથી શુ કામ ડરે ? અને આજે લુખ્ખાઓથી આઝાદી નહી મળે તો કયારે મળશે ? લોકો હીંમતથી દાદાગીરી સામે ફરીયાદ કરે હું ખાત્રી આપુ છુ કે, અમે ગુના દાખલ કરશું અને કાયદેસર કાયર્વાહી થશે અત્યારે પ્રજાતંત્ર છે, અમે લોકો માટે કામ કરીએ છીએ લોકોના સેવક છીએ પોલીસ પોતાનું કામ કાયદેસર કરે છે આ પ્રકારના ગુનેગારોને કોઇ કાળે છોડાશે નહી.



« (Previous News)



error: Content is protected !!