Main Menu

અમરેલીનાં લેડી સીંઘમનો રાજકોટની લેડી ડોન સામે જંગ

અમરેલી,અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય તથા પ્રામાણીક મહીલા પીએસઆઇ શ્રી અલ્પા ડોડીયાને ધમકી આપનાર કુખ્યાત હીસ્ટ્રીશીટર સોનુ ડાંગર સામે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇન્ડીયન પીનલ કોડની અલગ અલગ કલમો તથા આઇટી એકટ હેઠળ ધાર્મિક લાગણી દુભાય તથા બદનક્ષી થાય તે પ્રકારની વિડીયોમાં કરાયેલી કોમેન્ટ અને ધમકી સામે ગુનો દાખલ કરાયો છે અને તે સાથે સાથે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એક જુના દારૂના ગુનામાં નામ ખુલતા રબારીકાના બે દિવસ પહેલા જ હથીયારના કેસમાં મેળવાયેલા અને પરત સાબરમતી જેલમાં મોકલાયેલ મુન્નાભાઇ વિછીયાનો ટ્રાન્સફર વોરંટથી પીએસઆઇ શ્રી ડોડીયાએ કબજો સંભાળી અને અમદાવાદથી સાવરકુંડલા આવવા રવાના થયા હોવાનું જાણવા મળેલ છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, થોડા દિવસો પૂર્વેે અમદાવાદની એક હોટેલમા પોલીસે છાપો મારતા રાજકોટની કુખ્યાત અને લેડી ડોન ગણાતી સોનુ ડાંગર અને અન્ય ત્રણ આરોપી પુરૂષો શરાબના નશામા ધુત હાલતમા ઝડપાયા હતા, અમદાવાદ પોલીસે સોનુ ડાંગર સહિતની તપાસ કરતા ત્રણ ગુનાહિત કૂત્યો સાથે સંકળાયેલા હોવાનુ માલુમ પડેલ જેમા ઝડપાયેલા બે પુરૂષો અમરેલી જીલ્લાના સાવરકુંડલાના વંડા પોલીસ મથકના વોન્ટેડ આરોપી હતા. જેના પર સાત જેટલા ગેરકાયદે હથિયારો રાખવાના કેસોમા ઘણા સમયથી વોન્ટેડ હતા. અમદાવાદ પોલીસે આ મામલે જાણ કરાતા અમરેલી પોલીસે બન્ને આરોપીનો ટ્રાન્સફર કબ્જો લઈ અમરેલી લવાયા હતા અને કોટેમા રજુ કરી રિમાન્ડની માંગ કરાતા કોર્ટેે રિમાન્ડ મંજુર પણ કયો હતા, જેમા પોલીસે માર માર્યા ની મુન્નાભાઇએ કોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી.અને તેની રીમાન્ડની મુદત પુરી થતા તેને પરત સાબરમતી જેલમાં મોકલાયેલ જયા તે દારૂના ગુનામાં રહેલ.
બીજી તરફ આજે તા. 17ના લેડી ડોન સોનુ ડાંગરે પોતે વિડીયો બનાવી અમરેલી એસપી અને પીએસઆઈ એ.પી.ડોડીયા વિરૂદ્ધ તેમણે મુન્નાભાઇ સામે કરેલી કાર્યવાહીને કારણે બેફામ વાણી વિલાસ કરી અભદ્ર ભાષા પ્રયોગ કરી ધમકી આપી ધાર્મિક લાગણી દુભાય તે સહિતની અનેક ભુલ કરી હતી જેના માટે કદાચ પહેલી વખત કાયદેસરની કહી શકાય તેવી ગંભીર કાર્યવાહી અમરેલી પોલીસ કરવા જઇ રહી હોવાનું મનાય રહયું છે
લેડી ડોન સોનુ ડાંગરના વાયરલ વિડીયો મામલે સાવરકુંડલા તાલુકા પીએસઆઇ શ્રી અલ્પા ડોડીયાએ અમરેલી એસ.પી.અને પી.એસ.આઈ.વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા મુદ્દે સોનુ ડાંગર સામે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં આઇપીસી કલમ 109, 189, 228, 295 (ક), 500, 504, 506(2) અને આઈ.ટી.એક્ટ 67 મુજબ સોનુ ડાંગર સામે ફરીયાદ નોંધાવતા પીઆઇ શ્રી જિતેન્દ્રસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી છે અને સોનુને શોધવાાના ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટની કુખ્યાત મહીલાએ પ્રામાણીક મહીલા અધિકારી શ્રી એપી ડોડીયા તથા એસપી શ્રી નિર્લિપ્ત રાયને વિડીયોના માધ્યમથી આપેલી ધમકીથી રાજયભરમાં ખળભળાટ મચ્યો છે અને જેને ધમકી અપાઇ છે તે મહીલા પીએસઆઇ શ્રી અલ્પા ડોડીયા અમરેલીનાં લેડી સીંઘમ ગણાય છે તેના રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર સામેના જંગમાં શુ થાય છે તેની ઉપર સૌની મીેટ મંડાય છે.(Next News) »error: Content is protected !!