Main Menu

એક વર્ષમાં અનેક સમાજ ઉત્થાનના કાર્યો :શ્રી ઉર્વીર્બહેન-ભરતભાઇ ટાંક

અમરેલી, અમરેલીમાં શ્રી સમસ્ત ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ વતી કુ. પ્રેક્ષા ઉર્વી ભરત ટાંક પરિવાર દ્વારા ભગીરથ મહાસંમેલન દ્વારા પ્રેરીત જ્ઞાતી ગૌરવ દિવસની ઉજવણી તા. 22/12/19 રવિવારે બપોરે 3 વાગ્યે તુલસી પાર્ટી પ્લોટ લાઠી રોડ અમરેલી ખાતે કરાશે.
તેની વિગતો પત્રકાર પરિષદમાં શ્રી ભરતભાઇ ટાંક તથા શ્રીમતી ઉર્વીબહેન ટાંકે આપી હતી અને જણાવેલ કે ગયા 23 ડીસેમ્બરે અમે યોજેલા સંમેલનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહયા હતા અને એક વર્ષમાં અમારા સમાજનું નામ અને સમાજ ઉત્થાનના અનેક કાર્યો થયા છે સમાજને એકતાના મીઠા ફળ મળ્યા છે જયારે આ પત્રકાર પરિષદમાં સમાજના ઉત્થાન માટે કમર કસનાર શ્રી ટાંક દંપતિને ા મહુવાના પ્રમુખ શ્રી લાલભાઇ મકવાણા,શ્રી હરજીવનભાઇ ટાંક, અને શ્રી રવજીભાઇ કાચા તથા શ્રી વિજયભાઇ ચોટલીયાએ બીરદાવ્યા હતા.
22મીએ જ્ઞાતી ગૌરવ દિવસે નિમિતે દેશ અને દુનિયા ભરના જ્ઞાતીજનો ઉમટી પડશે અને સતાધારના મહંત પુ. વિજયબાપુ ખાસ પધારી આશીર્વચન આપશે મહામંડલેશ્ર્વર શ્રી લક્ષ્મીનારાયણ ત્રીપાઠીજીની ઉપસ્થિતિમાં ગુરુગાદી દાનેવધામના મહંતમહારાજ પુ. વલકુબાપુ તથા પુ. મહાવીરબાપુ પુ. મુક્તાનંદબાપુ, પુ. શેરનાથબાપુ, પુ. હસુબાપુ, પુ. લવજીબાપુ, પુ. જેરામબાપુ,શ્રી કપીલ સ્વામી સહિતના વંદનીય સંતો-મહંતો અને ગુજરાત ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજના પ્રમુખ અશોકભાઇ રાઠોડના પ્રમુખ સ્થાને ગૌરવ દિવસ નિમિતે કેન્દ્રીય મંત્રી પરશોતમભાઇ રૂપાલા, સાંસદ મનોજભાઇ કોટડ, સાંસદ નારણભાઇ કાછડીયા, વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, ધારાસભ્ય કિશોરભાઇ ચૌહાણ, કેશુભાઇ નાકરાણી, આર.સી. મકવાણા, દીલીપભાઇ સંઘાણી, બાવકુભાઇ ઉધાડ, મહેન્દ્રસિંહ સરવૈયાના મુખ્ય મહેમાન પદે અને શ્રી બાબુભાઇ મેઘજીભાઇ શાહ, ડો. ભરતભાઇ કાનાબાર, અશ્ર્વિનભાઇ સાવલીયા, પી.પી. સોજીત્રા, જીજ્ઞેશભાઇ ખીલાણી, રાજેશભાઇ થવાણી, હિરેનભાઇ હીરપરા, કૌશીકભાઇ વેકરીયા, નંદલાલભાઇ કાળાભાઇ પાંડવ, ગોરધનભાઇ વીરજીભાઇ સરવૈયા, દલસુખભાઇ પ્રજાપતીના અતિથી વિશેષ પદે કાર્યક્રમ યોજાશે જેમાં સમાજ રત્ન લાલજીભાઇ કેશવજીભાઇ ચોટલીયા અને ધીરૂભાઇ ગોહીલ ખાસ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે.અને જ્ઞાતી ગૌરવ દિવસની ઉજવણી નિમિતે ઉમટી પડવા ગામે ગામના શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજનાં આગેવાનો, પ્રમુખશ્રીઓ તથા યુવાનોમાં થનગનાટ છે અને શ્રીમતી ઉર્વિબેન-ભરતભાઇ ટાંક દ્વારા જ્ઞાતિજનોને 22ના રોજ અમરેલીમાં યોજાનારા કાર્યક્રમમાં ઉમટી પડવા આહવાન કરાયું છે.


error: Content is protected !!