Main Menu

અમરેલી પોલીસને ખુલી ધમકી આપનાર સોનું ડાંગરની રાજેસ્થાનથી ધરપકડ કરતી અમરેલી એલ.સી.બી.

અમરેલી,
અમરેલીનાં એસ.પી. નિર્લીપ્ત રાય અને સાવરકુંડલાનાં પી.એસ.આઇ સુ.શ્રી. ડોડીયાને વોટસેપમાં વિડીયો વાયરલ કરી મુના રબારીકાની ધરપકડ કરવા માટે સોનુ ડાંગરે ધમકી આપી હતી. અને ગલીચ આક્ષેપો કરી પોલીસને પડકાર ફેકયા બાદ આખરે સોનુ ડાંગર સામે એફ.આઇ.આર દાખલ થતા પોલીસે અનેક જગ્યાએ છાપા માર્યા બાદ પણ સોનું ડાંગર હાથમાં આવી ન હતી આખરે અમરેલી પોલીસેની જહેમતથી રાજેસ્થાનનાં ઉદયપુરથી અમરેલી એલ.સી.બી.પોલીસે સોનુ ડાંગરની ધરપકડ કરી અમરેલી લાવી કડક અને આગવી ઢબે પોલીએ પુછપરછ હાથધરી છે. અત્રે ઉલેખ્ખનીય છે કે સોનું ડાંગર પર હથિયાર દારૂ સહિયનાં અનેક અસંખ્યા ગુનાહો નોંધાઇ ચુકયા છે. સોનુ મુના રબારીકા ગેંગની સભ્ય છે અને હત્યા લુંટ ખંડણી ગેરકાયદેસર હથિયારો વિસ્ફોટકોની હેરાફેરીમાં સંડોવાયેલી છે. લેડી ડોન કહેવાતી સોનુએ નશામાં બનાવેલો વિડીયો વાયરલ કરવાનો શોખ ભારે થઇ પડયો હતો પોલીસેની જોતાજ બિલાડી બની ગઇ હતી.આખરે સોનું ડાંગર ઝડપાતા અમરેલીનાં એસ.પી. સહિત સમગ્ર પોલીસ તંત્ર ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.



(Next News) »



error: Content is protected !!