Main Menu

પાસપોર્ટ,લાયસન્સ માટે માત્ર બેથીસાત દિવસમાં પોલીસ દાખલા અપાશે

અમરેલી,એક સમયે રાજયભરમાં મોરલ ગુમાવી ચુકેલી અમરેલી પોલીસનો પાછો સુવર્ણ યુગ આવ્યો હોય તેમ અત્યારે એસપીશ્રી નિર્લિપ્ત રાયની કામગીરીને કારણે અમરેલી પોલીસે લોકોનો વિશ્ર્વાસ જીત્યો છે ત્યારે પોલીસ દ્વારા કરાઇ રહેલી કામગીરીની સમીક્ષા કરવા માટે અમરેલીે આવેલ ભાવનગર રેન્જના આઇજી શ્રી અશોકકુમાર યાદવે આમ લોકોને સુરક્ષા આપવામાં સફળ થયેલ પોલીસ તંત્ર દ્વારા લોકોની સેવા કરવાના વધ્ાુ ઉમદા નિર્ણયો લીધા છે જેમા પોલીસના દાખલા માટે માત્ર બે જ દિવસમાં અને પાસપોર્ટ ની વિધિ માત્ર સાત દિવસમાં જ પુર્ણ કરાનાર હોવાનું જણાવીને આજે પત્રકારોને સંબોધતા જણાવેલ કે, અકાગામી જાન્યુઆરીમાં જિલ્લાના વ્યાજખોરો, ખંડણીખોરો અને ભુમાફીયાઓ સામે વિશેષ ઝુંબેશ શરૂ કરાશે અને તેના માટે પોલીસને માહીતી આપવા તથા ફરિયાદ કરવા લોકોને અનુરોધ કર્યો હતો.
અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય તથા એએસપીશ્રી પ્રેમસુખ ડેલુ તથા શ્રી સુશીલ અગ્રવાલ તથા એલસીબીના શ્રી આરકે કરમટા સહિતના પોલીસ અધિકાારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં શ્રી અશોકકુમાર યાદવે પત્રકારોને જણાવેલ કે, સૌશ્યલ મીડિયામાં ખોટા વિડીયો કે કોમેન્ટ ફેલાવનારા સામે પણ પોલીસ આઇટી એકટ હેઠળ કડક પગલાઓ ભરશે આખા રાજયમાં સર્વ પ્રથમ અમરેલી પોલીસે તપાસ કરતા બેનામી સંપતી મળી હોય તેવુ બન્યુ છે અને કુખ્યાત મહીલા દ્વારા પોલીસને ધમકકી અપાતા માત્ર 48 કલાકમાં તેને પકડી તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને પોલીેસ તંત્ર જેલમાં પણ ગુનેગારો ઉપર નજર રાખીે રહયુ છે અને ઘણા ગુનેગારોને જેલમાંથી પણ સાબરમતી કે ભુજ સહિત રાજયભરની જુદી જુદી જેલોમાં મોકલી કાયદાનો અહેસાસ કરાવાઇ રહયો છે.
ઇ-ગુજકોપમાં કરાતા કરાતી સમીક્ષામાં પણ ડીટેકશનમાં અમરેલી જિલ્લો ગુજરાતના ટોપ ત્રણ જિલ્લામાં છે.અમરેલી શહેરમાં થયેલા ગેંગરેપના કેસમાં પોલીસે અસરકારક કામગીરીકરી છે અને સરકારે તેના માટે સ્પેશ્યલ કોર્ટની રચના કરી છે જેમા આ કેસ ચાલવાનો છે.
અમરેલી પોલીસે કરેલી કામગીરીને બીરદાવીને આઇજી શ્રી અશોકકુમાર યાદવે સીરીયલ કીલર પકડી એક વષર્માં ગેંગકેસો કરી અમરેલી પોલીસે ગુનેગારોને જેલમાં મોકલી અને તે જામીન ઉપર પણ ન છુટે તેવી કામગીરી કરતા આજે આસપાસના જિલ્લા પણ સલામતી અનુભવી રહયા હોવાનું જણાવીને અમરેલી પોલીસને અભિનંદન આપ્યા હતા.અને દિલ્હી રાષ્ટ્રપતિ સમક્ષ પરેડનું પ્રતિનીધીત્વ કરી અને છવાઇ જનારા અમરેલીના પ્રામાણીક એએસપી શ્રી પ્રેમસુખ ડેલુનું રાજયના ડીજીપી દ્વારા સન્માન કરવામાં આવશે તેમ જણાવેલ ગુજરાત પોલીસ બેડામાં અમરેલીના અધિકારી શ્રી પ્રેમસુખ ડેલુએ ગૌરવ વધારેલ છે. જીલ્લામાં એક પીઆઇ તેમજ પાંચ પીએસઆઇ સહિત 16 પોલીસ કર્મચારીઓનું સન્માન કરાશે. સુંદર કામગીરી બદલ પોલીસ કર્મીઓનું સન્માન થતા જીલ્લાના પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઇ છે. જાફરાબાદ પોલીસ સ્ટેશનના પીઆઇ ડો. એલ.કે.જેઠવા, પી.એસ.આઇ. જે.એમ.કડછા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી અમરેલી, એન.સી.ઝાલા રી.પી.એસ.આઇ. પોલીસ હેડ ક્વાર્ટર અમરેલી, જી.ડી. આહીર પી.એસ.આઇ. દામનગર, એ.પી. ડોડીયા પી.એસ.આઇ. સાવરકુંડલા રૂરલ, પી.એન.મોરી પ.એસ.આઇ. એલસીબી. શાખા તેમજ એન.એ.વાઘેલા વંડા, શૈલેષ વિનોદરાય રાવલ અનાર્મ એ.એસ.આઇ. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી અમરેલી, પરેશભાઇ સુરેશભાઇ ચૌહાણ ડ્રાઇવર લોક રક્ષક દામનગર, જાવેદભાઇ કાદરભાઇ ચૌહાણ હેડ કોન્સ રાજુલા, યુવરાજસિંહ જશવંતસિંહ રાજુલા, પ્રિયંકાબેન મનસુખભાઇ જાની રાજુલા, બીનાબેન બળવંતરાય માંડાણી રાજુલા, અવનીબેન વરજાંગભાઇ મકવાણા પોલીસ હેડ ક્વાર્ટર અમરેલી, મુકેશભાઇ શામજીભાઇ ચૌધરી પોલીસ હેડ ક્વાર્ટર અમરેલી, ઇલાબેન બાબુભાઇ રાધનપરા બગસરાનું સન્માન કરવામાં આવશે.તેમ જણાવેલ.


error: Content is protected !!