Main Menu

અમરેલીમાં છ હજાર વિદ્યાર્થીર્નીઓનું રકત પરીક્ષણ કરી સારવાર અપાઇ

અમરેલી,અમરેલીમાં લેઉવા પટેલ સંકૂલના સહયોગથી તથા કીડનીની વિખ્યાત બીટી સવાણી હોસ્પિટલ દ્વારા અમેરીકાના લોહીના રોગોના નિષ્ણાંત ડા. ભાણજી કુંડારીયા અને અમરેલી જિલ્લાના ગૌરવ એવા બીટી સવાણી હોસ્પિટલના ફાઉન્ડર ચેરમેન અને હાલ અમેરીકા સ્થિત ડૉ. પ્રદિપ કણસાગરા ની ઉપસ્થિતિમાં રવીવારે વિક્રમજનક રીતે એક સાથે સાડાછ હજાર વિદ્યાર્થીર્નીઓનું રકત પરીક્ષણ કરી અને સારવાર કરવામાં આવી હતી.
રાજકોટની બીટી સવાણી હોસ્પિટલ દેશની ટોચની કીડનીની સારવાર આપતી હોસ્પિટલોમાં નામના ધરાવે છે તેમના દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એમઓયુ કરી 180 કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું હીમોબીગ્લીન તપાસી તેમા ઉણપ જણાયે વિના મુલ્યે સારવાર પણ આપવામાં આવે છે.અમરેલીમાં રવીવારે અમરેલીના લેઉવા પટેલ સંકુલ ખાતે એક જ દિવસમાં આધ્ાુનિક મશીનરીઓ સાથે છ હજાર દિકરીઓના રકતનું પરીક્ષણ કરી અને તેને સારવાર આપવામાં આવી હતી આ કેમ્પમાં ડૉ. પ્રદિપ કણસાગરા તથા અમેરીકાના કેલીફોર્નિયાથી સૌરાષ્ટ્રના વતની અને સેવાભાવી તથા કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના ફાઉન્ડર ડૉ. ભાણજી કુંડારીયા તથા વાઇસ ચેરમેન શ્રી શાંતીભાઇ ફળદુ, શ્રી કિશોરભાઇ કુંડારીયા, અમરેલી સંકુલમાંથી શામજીબાપા ધાનાાણી, શ્રી વલ્લભભાઇ રામાણી, શ્રી મનસુખભાઇ ધાનાણી,શ્રી મુકેશભાઇ શીરોયા, શ્રી મગનભાઇ વસોયા, પટેલ કન્યા છાત્રાલયમાંથી શ્રી બીએલ હિરપરા તથા શ્રી ધીરૂભાઇ ગઢીયા ઉપસ્થિત રહયા હતા.
અમરેલી લેઉવા પટેલ સંકુલમાં આ કાર્યક્રમ વિશે શ્રી વલ્લભભાઇ રામાણી મો.9428286505નો સંપર્ક કરવાથી વધ્ાુ માહિતી મળી શકશે.« (Previous News)error: Content is protected !!