Main Menu

વસતી ઓછી હોવાને કારણે બગસરાને પ્રાંત કચેરી નહી મળે

અમરેલી, બગસરાને પ્રાંત કચેરી આપવા માંગણી થતા રાજ્ય સરકારમાં દરખાસ્ત થયેલી પણ ઓછી વસ્તીને કારણે બગસરાને પ્રાંત કચેરી આપી શકાત તેમ ન હોય એવો જવાબ નિવાસી અધિક કલેકટરે સેક્શન અધિકારી ગાંધીનગરને આપેલ છે.તેથી હવે પ્રાંત કચેરીની લોકોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યુ છે.અમરેલી જિલ્લાનાં બગસરા ખાતે નવી પ્રાંત કચેરી શરૂ કરવા દરખાસ્ત મુકાઇ હતી. આ અંગે અહેવાલ મુજબ બગસરા તાલુકો હાલ ધારી પ્રાંત કચેરીમાં કાર્યરત છે.
બગસરા તાલુકામાં 34 ગામ અને એક નગરપાલીકા આવેલ છે. બગસરા તાલુકાની વસ્તી સેશન્સ કોર્ટ અને પ્રાંત કચેરી કાર્યરત કરવા ઓછી હોવાનું જણાવેલ છે. તેથી પ્રાંત કચેરી આપી શકાય તેમ ન હોય તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રી પાંડોરે સેક્શન અધિકારી ગાંધીનગરને પત્ર પાઠવી દિશા નિર્દેષ કર્યો છે. તેથી પ્રાંત કચેરી મળવી અશક્ય હોવાનું પણ જાણવા મળ્યું છે.« (Previous News)error: Content is protected !!