Main Menu

ખેડૂતોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરતા શ્રી દુધાત

સાવરકુંડલા,સાવરકુંડલા વોર્ડ નં:3 માં આવેલ ગટર ડ્રેનેઝ પંપિંગ સ્ટેશન બંધ છે તેનું પાણી ઓવરફ્લો થઈ ને જે ખેડૂતો નો અમૃતવેલ કાયમી ગાડા કેડો અને રસ્તો છે ત્યાં ઘણા સમયથી લોકો ને ગટર ના પાણી ઓવરફ્લો થતા વાહનો ચલાવવામાં તેમજ ચાલી ને જવામાં ઘણી મુશ્કેલીઓ પડતી જેને લઈને તે વિસ્તાર ના ખેડૂત અગ્રણી બટુકભાઈ વિરાણી એ રજુઆત કરી અને ધારાસભ્ય પોતાના કાફલા સાથે રમેશભાઈ જયાણી તેમજ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ ઉનાવા, સાવરકુંડલા નગરપાલિકા ના ચીફ ફિસર ને સ્થળ ઉપર બોલાવી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે બંધ પંપિંગ સ્ટેશનની જે ત્રણ મોટરો હતી તેને બહાર કાઢી રીપેરીંગ કરાવવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ત્યાં જે મોટરો બંધ હોય ત્યારે જે દૂષિત પાણી જે ગાડા કેડા માં જતું તે ફરી વખત ના જાય તે માટે 15 દિવસ માં બંધારો બાંધવાની સૂચના આપવામાં આવી અને સાથે બધાજ ખેડૂતો ને રાખીને તેમની રજુઆત સાંભળી અને 15 દિવસ માં આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરી આપવા ચીફ ઓફિસર સાહેબ ને સૂચન કરી ખેડૂતો ના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું અને આ જોઈ ખેડૂતો ધારાસભ્ય શ્રી નો આભાર માન્યો હતો.(Next News) »error: Content is protected !!