Main Menu

ભામાશા શ્રી શરદભાઇ આડતિયાના ધર્મપત્‍ની સ્‍મીતાબહેનનું નિધન

જુનાગઢ,
જુનાગઢના જાણીતા ઉદ્યોગ પતિ અને રાજરતી શેઠ સ્‍વ. કાલીદાસ મહેતા પરીવાર ના ભાણેજ અને રધુવંશી અગ્રણી દાતા શ્રી શરદારભાઇ આડતીયાના ધર્મ પત્‍ની સ્‍મિતાબેન આડતીયાનું તા.16/6/17 ના રોજ અમદાવાદ ખાતે 77 વર્ષ ની વયે હદય રોગોના હુમલાથી દુઃખદ અવસાન થયુ હતુ. આમે વહેલી સવારે સ્‍મીતાબેન અડતાલીયાના તેમના નિવાસ્‍થાને ભવનાથ સ્‍થિત ગીરીફાર્મ ખાતેના નિવાસ સ્‍થાન ખાતે સદ્‌ગત સ્‍મશાન યાત્રા નિકળી હતી. સ્‍વ.સ્‍મીતબેન આડતીયા આજે સવારે નિકળેલી સ્‍મશાન યાત્રા માં ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ મશરૂ ડે મેયર ગીરીશભાઇ કોટેચા, વિપુલભાઇ કોટેચા, કળુભાઇ સુખવાણી, પ્રદિપભાઇ ખીમાણી, નરેન્‍દ્વભાઇ કોટેચા, અશ્‍વિનભાઇ મણીયાર સહકારી આગેવાન ડોલરભાઇ કોટેચા, વિપુલભાઇ કોટેચા, રૂદ્વેશ્‍વર જાગીર આશ્રમના મહંત ઇન્‍દ્રભારતીબાપુ સંતો તેમજ મોટી સંખ્‍યામાં રાજકીય આગેવાન પત્રકારો સગા સંબધીઓ ડોકટરર્સ વગેરેએ જોડાઇ સ્‍વ. સ્‍મિતાબેન આડતિયા ને શ્રઘ્‍ધાજલી આપી હતી. સ્‍વ. સ્‍મીતબેન અડતીયા પતિ શરદભાઇ આડતિયા સુપુત્રો અમિતભાઇ તથા રવિભાઇ પોત્રો અભિજીત અને સિઘ્‍ધાત સહીતના પરીવારજનો ને વિલાપકરતા છોડી ગયા છે. સદ્‌ગતની પ્રથના સભા તા 19 જુન સોમવારના સાંજે 4:00 થી 6:00 કલાકે શ્રી ભુતથાન માહાદેવ મંદિર સત્‍સંગ હોલ, જુનાગઢ ખાતે રાખવામાં આવેલ છે.જુનાગઢ નિવાસી શરદચંદ્ર શાંતિલાલ આડતિયાના ધર્મ પત્‍ની સ્‍મિતાબેન આડતિયા ઉ.વ. 77 તે અમિતભાઇ અને રવિભાઇના માતૃશ્રી તથા અભિજીત અને સિદ્વાંતના દાદી તેમજ વિપુલભાઇ અડતિયા (અમદાવાદ), પ્રદિપભાઇ આડતિયા (જુનાગઢ), વિમલભાઇ આડતિયા અને ભાવનાબેન કાંજાણી (અમદાવાદ) ના ભાભી તથા સ્‍વ.ભુપેન્‍દ્રરાય બુચના પુત્રીનુ તા.16/6/17, શુક્નવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌ગતની સ્‍માશન યાત્રા તા.17/6/17, શનિવારના રોજ સવારે 9:30 કલાકે તેમના નિવાસ સ્‍થાન ગિરફાર્મ ભવનાથ તળેટી, જુનાગઢ ખાતે થી નિકળશે. સદ્‌ગતની પ્રાર્થનાસભા તા.19/6/2017 સોમવારના રોજ સાંજે 4:00 થી 6:00 કલાકે શ્રી ભુતથાન માહાદેવ મંદિર સત્‍સંગ હોલ, જુનાગઢ ખાતે રાખવામાં આવેલ છે.