Main Menu

ડેડાણમાં રમઝાન નિમિતે જશ્‍ન મનાવાયો

ડેડાણ,ડેડાણમાં પરંમ પરાગત મુજબ આ વખતે પણ મુસ્‍લીમભાઇ તરફથી રોજમદારો માટે ઇફતારીનું આયોજન રાખેલ તેમાં 23માં રોજાના સાંજે રોજમદારોને હીરાણી પરિવાર દ્વારા ઇફતારીનું આયોજન રાખેલ જી.પં.સદસ્‍ય શ્રી નિરૂભાઇ રાઠોડ, ખાંભા તા.પં.ના ઉપપ્રમુખ લક્ષ્મણભાઇ રાયડી, મનસુખભાઇ સાવલીયા, છોટુભાઇ ટીંબી સહીત અન્‍ય આગેવાનો તેમજ સ્‍થાનિક નિજામખાન પઠાણ, પીઢપત્રકાર, અનવરભાઇ હીરાણી તેમજ મુસ્‍લિમજમાતના પ્રમુખ ગુલાબભાઇ ખોખર, ઉપપ્રમુખ ઇસ્‍માલખા ફતેખા પઠાણી ધાંચી જમાતના અગ્રણીઓઆદમભાઇ ટાંક, રહીમભાઇ અગવાત તેમજ તોલીબાપુ ફીરોજખાન, સલીમભાઇ શેખ, યુવાપત્રકાર લહાદુરભાઇ હીરાણી સહીય કાર્યક્નરોએ સાંજે રોજમદારને સારી નેકી આપે તેવી દુઆ માંગી હતી. હીરાણી પરિવારે રોજમદારોને ઇફતારી માટે આયોજન રાખેલું હતું તેમા મોટી સંખ્‍યામાં મુસ્‍લીમભાઇએ હાજરી આપી હતી. આ ઇફતારીનું આયોજન નિજારખણી હીરાણી, આરીફઅલી હીરાણી દ્વારા કરવામાં આવ્‍યું હતું અને તેમના મિત્ર મંડળ વ્‍યવસ્‍થા માટે સારો સહયોગ આપ્‍યો હતો.« (Previous News)