Main Menu

ધારીની દામાણી પ્રા.શાળા અનેહાઇસ્‍કુલના નવનિર્મિત બિલ્‍ડીંગમાં પાવન પગલા કરતા સદ્દગુરૂ શ્રી ડો.સ્‍વામી

ધારી,
ધારીની જી.પી.બી.મ્‍યુની હાઇસ્‍કુલનું બિલ્‍ડીંગ -65 વર્ષ જુનું હતું જે ઇમારત તેમજ તાલુકા પ્રાથમિક શાળાનું મકાન જર્જરીત થઇ જતા આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગુણવંતરાય નાગરદાસ દામાણી અને રમેશભાઇ નાગરદાસ દામાણી એ માતૃ સંસ્‍થાનું ઋણ ચુકવવા આ હાઇસ્‍કુલ અને પ્રાથમિક શાળાનું અતિ આધુનિક સુવિધાઓથી સજજ નવું બિલ્‍ડીંગ બનાવી આપેલ છે. આ બિલ્‍ડીંગમાં સંતોની પધારમણી પાવન પગલાનો કાર્યક્નમ સંપન્‍ન થયેલ છે. આ કાર્યક્નમમાં બી.એ.પી.એસ.સંસ્‍થાના સદગુરૂ સંત ડો. સ્‍વામિએ ખાસ પધરામણી પાવન પગલા કર્યા હતા. તેઓએ આ શાળાના વિદ્યાર્થીઓને દામાણી બંધુઓની જેમ અભ્‍યાસ કરી ખુબ જ પ્રગતિ કરે તેવા આર્શિવાદ આપ્‍યા હતા. તેઓએ દામાણી બંધુઓ તંદુરસ્‍ત, દીધાર્યુ ભોગવે અને સમાજ સેવાના આવા ઉમદા કાર્યો કરતા રહે તેવા શુભઆશિષ પાઠવેલ હતા. આ નવનિર્મિત બિલ્‍ડીંગમાં 14 કલાસ રૂમ, લાયબ્રેરી હોલ, કોમ્‍પ્‍યુટર લેબ, યોગ-રમત-ગમત વિભાગ સહિત સંપૂર્ણ સુવિધા યુક્‍ત બિલ્‍ડીંગ બનાવેલ છે. આ પ્રસંગે દામાણી પરિવાર તરફથી વિનામૂલ્‍યે નેત્ર નિદાન કેમ્‍પનું આયોજન થયેલું જેમાં મુંબઇના આંખના સ્‍પેસીયાલીસ્‍ટ ડોકટરોએ વિદ્યાર્થી ભાઇ બહેનોને નેત્રચિકિત્‍સા કરી જરૂરીયાતોને નંબરના ચશ્‍મા પણ વિના મૂલ્‍યે આપવામાં આવેલ. આ કાર્યક્નમમાં વિદ્યાર્થી ભાઇ બહેનો અને મહેમાનો માટે અલ્‍પાહારની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવેલી. આ કાર્યક્નમને અઘ્‍યક્ષ સ્‍થાને બી.એ.પી.એસ. સંપ્રદાયના સંત ડો. સ્‍વામિ, ધારી સ્‍વામિનારાયણ મંદિરના કોઠારી સ્‍વામિ શ્રી તેમજ દામાણી પરિવારના શ્રી રમેશભાઇ દામાણી, શ્રીમતી કલ્‍પનાબેન દામાણી, સુધાબેન પારેખ, ધારી ગ્રામપંચાયતના સરપંચશ્રી જીતુભાઇ જોશી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દિલીપભાઇ મહેતા, ઉપસરપંચશ્રી જીગ્‍નેશભાઇ ગોસાઇ, શ્રી પિયુષભાઇ બજારીયા, શ્રી હિતેશભાઇ દેસાઇ, શ્રી કાળુભાઇ લીંબાસીયા, કેસુભાઇ પડરવા, પત્રકારશ્રી બરકતભાઇ ચાવડા, અગ્રણીશ્રી રાહુલભાઇ જોશી, ફાચરિયા પ્રા.શાળાના આચાર્યશ્રી જીગ્‍નેશ ગૌસ્‍વામી, જીતુભાઇ જયસ્‍વાલ, તાલુકા શાળાના આચાર્યશ્રી મહેન્‍દ્રભાઇ સોંડાગર સહીત બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ ઉપસ્‍થિત રહેલ તેવું શાળાના આચાર્યશ્રી શાંતિલાલ પરમારની અખબારી યાદીમાં જણાવાયું છે. કાર્યક્નમના બી.એ.પી.એસ સંસ્‍થાના સદગુરૂ સંત ડો. સ્‍વામિએ ખાસ પધરામણી કરી, પાવન પગલા કર્યા હતા. તેઓએ આ શાળાના વિદ્યાર્થીઓને દામાણી બંધુઓની જેમ અભ્‍યાસ કરી ખુબ જ પ્રગતિ કરે તેવા આર્શિવાદ આપ્‍યા હતા. તેઓએ દામાણી બંધુઓ તંદુરસ્‍ત, દીધાર્યુભોગવે અને સમાજ સેવાના આવા ઉમદા કાર્યો કરતા રહે તેવા શુભઆશિષ પાઠવેલ હતા.