Main Menu

રાજકોટમાં શ્રી જિતુભાઇ સોનીની ઉપસ્‍થિતિમાં શ્રી રૂપાણીનું સન્‍માન

રાજકોટ ખાતે અમરેલી જિલ્લાના ધારગણી ગામના વતની અને પરજીયા સોની સમાજના દાતાશ્રી તથા ભામાશા એવા શ્રી જિતુભાઇ સોનીના મુખ્‍યમહેમાનપદે રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.
શ્રી જિતુભાઇ સોનીના મુખ્‍ય મહેમાનપદે રાજકોટના મેયર,ડે.મેયર ધારાસભ્‍યશ્રીની ઉપસ્‍થિતિમાં નરસિંહનગર યુવા સોશ્‍યલગૃ્રપ દ્વારા શ્રી વિજયભાઇ રૂપાણીનું સન્‍માન કરાતા રાજકોટના વિવિધ ક્ષેત્રના આગેવાનોએ મુખ્‍યમંત્રીેશ્રીને ફુલડે વધાવ્‍યા હતા.મઘ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્ર, ગુજરાત સહિત દેશભરના મિડીયાજગતમાં જેનું નામ આદર સાથે લેવાય છે તેવા પરજીયા સોની સમાજના અને અમરેલી જિલ્લાના ગૌરવ એવા શ્રી જિતુભાઇ સોનીના મુખ્‍યમહેમાનપદે યોજાયેલા આ કાર્યક્નમમાં રાજકોટવાસીઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.