Main Menu

રાજસભામાં અહેમદભાઇ પટેલ જીતી જતા પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર અને જિ.પં. પ્રમુખ શ્રી જેનીબેન ઠુંમરે શુભકામનાઓ પાઠવી બિરદાવ્‍યા

રાજસભાની રસાકસી ભરી ચુંટણીમાં સાંસદશ્રી અહેમદ પટેલને સફળતા સાથે ભવ્‍ય વિજય થતા અમરેલીના પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર અને જિલ્‍લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુંમરે અભીનંદન પાઠવી બિરદાવ્‍યા હતા અને અંગ્રેજોને કાઢવા હિન્‍દ છોડો સુત્ર અપાયુ હતુ તેમ ભાજપ મુકત કરવા માટે ગુજરાત છોડો, દેશ છોડો સુત્ર સાથે એક બની કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો ભાજપ મુકત બનાવવા પ્રયત્‍નો કરશે તેવો સંકલ્‍પ લેવાયો હતો શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, શકિતસિંહ ગોહિલ સહિતની ઉપસ્‍થિતીમાં સંકલ્‍પ કરાયાનું જણાવી શ્રી અહેમદભાઇ પટેલને આવકાર્યા હતા.