Main Menu

કુંકાવાવમાં વિશ્‍વસિંહ દિવસની ઉજવણી

આજરોજ કુંકાવાવમાં વિશ્‍વસિંહ દિવસ નિમિતે સિંહને બચાવવા પ્રયત્‍નેની જાગૃતિ હેતુ તમામ બાળકો સાથેની રેલીને વ્રજ એજયુ.સંચાલિત એમ.કે.વિદ્યાલયના મોભી, અમરેલી લાયન્‍સ કલબ (રોયલ)ના પ્રમુખ અનેખોડલધામ કાગવડના ટ્રસ્‍ટી વસંતભાઇ મોવલીયા, તા.પં પ્રમુખ કાનજીભાઇ વસાણી, જી.કો.ઓ.અજીતસિંહ ગોહીલ, બી.આર.સી.ગોંડલીયાભાઇ, ઉદયભાઇ દેસાઇ, વનવિભાગના શ્રી ડવ, ગામના આગેવાનો, આચાર્યશ્રીઓ, શિક્ષકોની ઉપસ્‍થિતિમાં લીલીઝંડીથી મહારેલીનું પ્રસ્‍થાન કરાવવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીઓએ સુત્રોચ્‍ચાર સાથે એક આગવા માહોલમાં સિંહના મોહરા અને બેનર સાથે તમામ અગ્રણીઓ સહિત 1 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ, મહાનુભાવો, ગ્રામજનો, શિક્ષકો સહિત શહેરના મુખ્‍યમાર્ગો ઉપર ફરીને લોકોને જાગૃત કર્યા હતાં. રેલી એમ.કે.વિદ્યાલયમાં પૂર્ણ થતા સિંહના મહત્‍વ વિષે એમ.કે.વિદ્યાલયના વિદ્યાર્થી ધર્મ રામાણીએ સુંદર વકતવ્‍ય આપેલ અને તમામે શિસ્‍તબઘ્‍ધ રીતે પ્રતિજ્ઞા લીધી હતી. વસંતભાઇ મોવલીયાએ તેમની સંસ્‍થાના યજમાન પદે સુંદર કાર્યક્નમ યોજવા બદલ આભાર વ્‍યક્‍ત કરેલ. ઉપસ્‍થિત તમામ બાળકોને ચોકલેકટ વેચી મીઠા મો કરાવ્‍યા હતા તેમજ પ્રતિભાવન વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્‍સાહિત કરેલ કાર્યક્નમનું સંચાલન ઉદયભાઇએ કરેલ આ કાર્યક્નમને સફળ બનાવવા સ્‍થાનિક તમામ સંસ્‍થાના આચાર્યશ્રીઓ, બી.આર.સી.કો.ઓ. ભાવેશભાઇ સી.આ.સી.કોરાટભાઇ, બી.આર.સી. તમામ સ્‍ટાફ તેમજ તમામ ગુરૂજનોએ જહેમત ઉઠાવી હતી.« (Previous News)