Main Menu

બોરડી સહિતના ગામોમાં મુંડા જીવાતનો ઉપદ્રવ વધતા મગફળી ઉપાડી લીધી

ધારીના બોરડી ગામે મગફળીના પાકમાં મુંડા નામની જીવાતનો ઉપદ્રવ વધતા ખેડુતોએ ત્રણ મહિના પહેલા વાવેતર કરેલી મ ઉખેડી નાખી હતી છોડમા પોપટ ફુટતા જ જીવાત ખાઇ જતી હોવાથી મોટા પ્રમાણમા નુકશાનીને કારણે ખેડુતોની હાલત કફોડી થઇ છે. ધારીના બોરડી ગામમા આ વર્ષે પણ મોટા પાયે વાવેતર કરેલ છે ગત વર્ષે પણ મુંડા જીવાત આવી હતી આ વર્ષે પણ પાન આવતા જ જીવાતે માજા મુકી છે માલસીકા, ગીગાસણ, સમુહખેતી, બોરડી વિગેરે ગામોમાં ખેડુતોમાં ચીંતાનો વિષય બન્‍યો છે આ અંગે ગામના ખેડુત નરેશભાઇ હીદડએ જણાવ્‍યું કે મે વાવેતર પહેલા મગફળીને કટ મારીને વાલ છતા પોપટા આવે ત્‍યાં મુનડાની જીવાત ખાઇ જતી અને છોડ વઘ્‍યા છે જમીન નીચે મગફળીના ડોડવા બંધાતા નથી રોઝડા, ભુંડ સાથે હવે મુંડાનો પણ ત્રાસ હોવાથી ખેડુતોને ભારે આર્થીક નુકશાન થઇ રહયાનું જણાવ્‍યું છે.