Main Menu

સમર્થ વ્‍યાયામ મંદિરમાં ખેલ મહાકુંભમાં અમરેલી જીલ્‍લા ટેબલ ટેનીસ ટુર્નામેન્‍ટ પુર્ણ

રાજયમાં, વિવિધ સ્‍પોર્ટસમાં, પ્રતિભાશાળી રમતવીરોને તેમનું કૌશલ્‍ય દેખાડવાની તક મળે અને એ પૈકીના ચુનંદા ખેલાડીઓને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પહોંચવા પ્રોત્‍સાહન મળે તે હેતુથી નરેન્‍દ્રભાઈ મોદી જયારે મુખ્‍યમંત્રી હતા ત્‍યારે તેમણે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી.
આ વર્ષે પણ ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ ચુકયો છે, જે અંતર્ગત તા. રપ-ર6 ઓગસ્‍ટના રોજ અમરેલી જીલ્‍લા ઓપર ટેબલટેનીસ ટુર્નામેન્‍ટ, અમરેલી શહેરના સમર્થ વ્‍યાયામ મંદિર (અખાડા)માં યોજાયેલ.
ટુર્નામેન્‍ટનુંવિધિવત પ્રારંભ આ ટુર્નામેન્‍ટના કન્‍વીનર અને શહેરના નામાંકિત સર્જન ડો.ભરતભાઈ કાનાબારના હસ્‍તે કરાવવામાં આવેલ.
આ તબકકે, અમરેલી જીલ્‍લા રમતગમત અધિકારી શ્રી રાજુભાઈ વસાવા, વ્‍યાયામ મંદિર ટ્રસ્‍ટના પ્રમુખ બેચરભાઈ પોકળ, મેનેજીંગ ટ્રસ્‍ટી એમ.કે. સાવલીયા, રાષ્‍ટ્રીય સ્‍તરે અનેક ટુર્નામેન્‍ટમાં વિજયી બનનાર મામદભાઈ, સંજયભાઈ પંડયા, બલદેવસિંહ, હીતેન્‍દ્ર ભરાડ, હીતેશ કાવઠીયા, પ્રદીપ દુલેરા, સચીન રાવળ, હાર્દિક ભટૃ, કે. કે. મિશ્રા, ઉદયભાઈ ઉનડકટ તેમજ જીલ્‍લાભરમાંથી ટેબલટેનીસના ખેલાડીઓ ઉપસ્‍થિત રહયા હતાં.