Main Menu

જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી પદે શ્રી જયરાજભાઇ વાળાની વરણી કરાઇ

બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકેની વરણી થતા ઠેર-ઠેરથી આવકાર મળી રહયો છે. ચલાલા પંથકના ક્ષત્રીય સમાજના યુવા અગ્રણી અને ચલાલા નગર પાલીકાના વિરોધ પક્ષના નેતા તથા તમામ સમાજને સાથે લઇને ચાલનારા પ્રતિભાશાળી યુવા નેત્રુત્‍વ એવા શ્રી જયરાજભાઇ વાળાની અમરેલી જીલ્‍લા સંગઠનમાં અમરેલી જીલ્‍લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકેના મહત્‍વના સ્‍થાને વરણી થતા ચલાલા પંથકમાં શ્રી જયરાજભાઇ પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. તેઓ ચલાલા નગરપાલીકાના વિરોધ પક્ષના નેતા તરીકેની નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. ચલાલા શહેરના વિકાસની હંમેશા ચિંતા કરી રહ્યા છે. તેવા શ્રી જયરાજભાઇ વાળા તમામ સમાજના સુખ દુઃખના સાથીતરીકેની છાપ ધરાવતા યુવાન છે તેઓએ ચલાલામાં હમેશા સુલેહ શાંતી રહે તેવી પ્રયાસ કર્યા છે. શ્રી જયરાજભાઇ વાળા ચલાલાની સામાજીક ધાર્મીક અને શૈક્ષણીક સંસ્‍થામાં સારુ એવું યોગદાન આપી રહ્યા છે.
ચલાલાના મીલનસાર અને લોકપ્રિય એવાશ્રી જયરાજભાઇ વાળાની અમરેલી જીલ્‍લા બક્ષીપંચ મોરચા મહામંત્રી તરીકેની મહત્‍વની જવાબદારી પર વરણી થતા અમરેલી જીલ્‍લા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા જીલ્‍લા ભાજપના અઘ્‍યક્ષશ્રી હિરેનભાઇ હિરપરા, પુર્વ અઘ્‍યક્ષશ્રી ડો.કાનાબાર પુર્વ ધારાસભ્‍ય મનસુખભાઇ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઇ કાનાણી જીલ્‍લા મહામંત્રીશ્રી રવુભાઇ ખુમાણ શ્રી કમલેશભાઇ કાનાણી, શ્રી કૌશિકભાઇ વેકરીયા સહિતના જીલ્‍લા તાલુકાના તમામ મોરચાના સંગઠનના આગેવાનો અને કાર્યકરો તેમજ ચલાલા શહેર ભાજપ અને ચલાલા શહેરના તમામ મોરચાના સંગઠન કાર્યકારોએ આ વરણીને ખરા હદયથી આવકારી અભીનંદન પાઠવેલ છે. તેમજ આ વરણીથી જીલ્‍લાભરના બક્ષીપંચના કાર્યકરોમાં નવો જોમ જુસ્‍સો વધશે. તેવુ માનવામાં આવી રહ્યુ છે. જીલ્‍લાના સંગઠનના આ મહત્‍વના સ્‍થાન પર ચલાલાના યુવા અગ્રણીઓ જયરાજભાઇની વરણી કરવા બદલ ગુજરાત ભાજપ પ્રદેશ અને અમરેલી જીલ્‍લા ભાજપ નો ચલાલાના તમામ આગેવાનોએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.