Main Menu

અમરેલીના જુની પેઢીના સેવાભાવી તબીબ ડો.બાલુભાઇ સાવલીયાનું નિધન

અમરેલીના જુનીપેઢીના કુશળ ડોકટર અને સત્‍સંગી એવા શ્રી બી.ડી.સાવલીયાનો આજે સુરત ખાતે નિધન થતાં અમરેલી શહેર અને સ્‍વામિનારાયણ સંપ્રદાયના સત્‍સંગીઓમાં ઘેરાશોકની લાગણી ફરી વળી છે.અમરેલીના લીલીયા રોડ ઉપર હોસ્‍પિટલ ધરાવતાં ડો.બાલુભાઇ ધરમશીભાઇ સાવલીયા અમરેલીના સૌથી જુના કુશળ અને સેવાભાવી ડોકટર તરીકે જાણીતા હતાં. દર્દીઓ માટે દેવસમાન આ ડોકટર અમરેલીના પુ.ગુણાતિતાનંદસ્‍વામિએ સ્‍થાપેલા પ્રસાદીના પાણી દરવાજા સ્‍વામિનારાયણ મંદિરના ટ્રસ્‍ટી પણ હતા અને તેમની સેવા અજોડ હતી.સુરત ખાતે પોતાના પુત્ર શ્રીઅમિતભાઇ અને શ્રી અજીતભાઇ ને ત્‍યાં નિવૃતીકાળમાં સત્‍સંગ પ્રવૃતિમાં રત હતાં. રવિવારે રાત્રે સુરત ખાતે જ તેમને હ્ય્‌દયરોગનો તીવ્ર હુમલો આવતાં સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં જે ચાલુ સારવારે જ 74 વર્ષની ઉંમરના સાવલીયા સાહેબે દેહ ત્‍યજી દેતા તેના સમાચાર અમરેલીમાં મળતા અમરેલી શહેરમાં ઘેરાશોકની લાગણી ફરી વળી છે અને સત્‍સંગીઓમાં પણ ડો.સાવલીયા ધામમાં ગયાના સમાચારથી આધાતની લાગણી ફરી વળી છે.