Main Menu

અમરેલી જિલ્‍લાયુવા કોંગ્રેસના મંત્રી તરીકે જીત બારડ તેમજ રૂતિલ ગજજરને જિલ્‍લાની જવાબદારી

અમરેલી જિલ્‍લા યુવક કોંગ્રેસમાં હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી (અમરેલી જિલ્‍લા મહામંત્રી તરીકે તેજસ મસરાણી મંત્રી તરીકે રૂતિલ ગજજર, જીત બારડ અમરેલી શહેર પ્રમુખ તરીકે મોનીલ ગોંડલીયા (મોહનીશ)ને જવાબદારી સોંપાઇ) કોંગ્રેસ પક્ષના સંગઠનમાં બખુબી જવાબદારી નિભાવતી યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ માન.શ્રી ગુલાબસિંહ રાજપુતની સુચનાથી અમરેલી જિલ્‍લા યુવક કોંગ્રેસ પ્રમુખ પરેશભાઇ ભુવા તેમજ સન્‍નીભાઇ ડાબસરા દ્વારા અમરેલી જિલ્‍લા પેનલમાં ત્રણ અને અમરેલી શહેર યુવક કોંગ્રેસ કમીટીની જાહેરાત કરી હતી જેમાં અમરેલી જિલ્‍લા મહામંત્રી તરીકે તેજસ મસરાણી અમરેલી જિલ્‍લા મંત્રી તરીકે જીત બારડ તેમજ રૂતિલ ગજજરને જિલ્‍લાની જવાબદારી સોંપી હતી સાથે-સાથ અમરેલી શહેર યુવક કોંગ્રેસની રચના કરી હતી જેમાં પ્રમુખ પદે મોનીલ ગોંડલીયા (મોહનીશ) ઉપપ્રમુખ પદે રૂદ્રાજ્ઞ ગોસાઇ, વિરકુ વાળા, મુકુલ કોચરા મહામંત્રી પદે રોનક ડાભી, યુગ ચાવડા, ચેતન ભાલ, કેયુર રૈયાણી, સોયબી બી.નલખીયા, મંત્રી પદે ભાવિક ડોડીયા, યુવરાજ મોડા, ઇન્‍દ્ર વાળા, મોહસીન ભરીને જવાબદારી સોંપવામાં આવી હતી આ વરણીને અમરેલી જિલ્‍લા કોંગ્રેસ,આઇ.ટી.સેલ, મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઇ, યુથ કોંગ્રેસ, સેવા દળ સહિતના કોંગ્રેસ પક્ષના વિવિધ સેલના હોદ્દેદારો, કાર્ય કર્તાઓએ આવકારી હતી.