Main Menu

બગસરાના હળીયાદ અને મોટા મુંજીયાસરમાં જ્ઞાનકુંજ વર્ગોનું મંત્રી શ્રી રાદડીયાના હસ્‍તે લોકાર્પણ

અમરેલી,
અમરેલી જીલ્‍લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહને સંબોધતા રાજયના અન્‍ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયાએ જણાવ્‍યુ હતુ કે શિક્ષણ અને કેળવણીનુ કાર્ય સમાજના ધડતર અને આગવી પેઢીના ભવિષ્‍ય માટે ખુબજ મહત્‍વનું હોય છે. સર્વાગી વિકાસને ગતિશીલ બનાવવા માટે શિક્ષણએ પાયાની જરૂરીયાત છે. 5 મી સપ્‍ટેમ્‍બર ડો. સર્વ પલ્‍લી રાધાકૃષ્‍ણના જન્‍મદિવસે શિક્ષક દિન તરીકેમનાવવામાં આવે છે. ત્‍યારે અમરેલી જીલ્‍લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક મંત્રી શ્રી જયેશ રાદડીયા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા સહિતના મહાનુભાવોના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યા હતા. મંત્રીશ્રી રાદડીયાએ વધુમાં જણાવ્‍યુ હતુ કે શિક્ષણને વધુ સુદઢ બનાવી આધુનિક ટેકનોલોજી સભરની શાળાઓ તૈયાર કરવાામાં રાજય સરકારે પુરતુ બજેટ ફાળવ્‍યુ છે. છેવાડાના ગામડાઓ સહિતની શાળાઓ કોમ્‍પ્‍યુટર સહિતની ડીઝીટલ સુવિધાથી સજજ કરવાામાં આવેલ છે. પ્રાથમિક શિક્ષણને સુદઢ બનાવવા રાજય સરકારે શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી જેવા કાર્યક્નમો અમલી બનાવી ને નામાંકન માં ઉતરોતર વધારો લાવવાનો પ્રયાસ કર્યા છે. આપણે પણ આ દિશામાં આગળ આવીને આપણા બાળકોના શિક્ષણમાં વધુ ઘ્‍યાન કેન્‍દ્રીત કરીએ તેવી અપીલ કરી હતી. સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવેલ કે સમાજને યોગ્‍ય દિશા આપવા માટે ગુરૂનો મહિમા ખુબજ મહત્‍વનો છે. આપણી ઋષિ પરંપરાઓમાં પણ તેના દર્શન આપણે કરીએ છીએ. આગવી પેઢીના ધડતર માટે અને દેશના વિકાસ માટે શિક્ષણનું અનેરૂ મહત્‍વ ગણવાવામાં આવ્‍યુ છે. આજના ટેકનોલોજીના જમાનામાં શિક્ષણ વગર આગળ આવવુ શક્‍ય જ નથી દરેક દેશના વિકાસ આધાર સ્‍થંભ શિક્ષણ હોય છે. ત્‍યારે આપણે પણ આ બાબતે સતત જાગૃત બનીએ તે ખુબજમહત્‍વનુ છે.
કાર્યક્નમાંના પ્રારંભમાં કલેકટરશ્રી સંજય અમરાણીએ આજના શિક્ષક દિવસ અંગેનો ટુક સાર આપીને સૌને આવકાર્યા હતા. તેમણે ડો. જીવરાજ મહેતા સહિત કવિકાંત ઝવેચંદ મેધાણી જેવી મહાન હસ્‍તિઓને આ તકે યાદ કરી હતી. જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી નિરગુડેએ જીલ્‍લામાં શિક્ષણનું સ્‍તર ઉંચુ લાવવા અંગેની અને શિક્ષણ માટે શિક્ષકનુ મહત્‍વ સમજાવ્‍યુ હતુ. આજના શ્રેષ્ઠ પારીતોષિક સમાહરોમાં 11 જેટલા શ્રેષ્ઠી શિક્ષકોને પુરુસ્‍કાર એનાયત કરવાામં આવ્‍યો હતા. આ કાર્તક્નમમાં અગ્રણીશ્રી હિરેનભાઇ હિરપરા, ભરતભાઇ વેકરીયા, કૌશિકભાઇ વેકરીયા, હિતેષભાઇ સોની, જુતુભાઇ ડેર શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ શિક્ષકો બહોળી સંખ્‍યામાં હાજરી આપી હતી.
અમરેલી જીલ્‍લાના બગસરાના નજીકના જુનિ હળીયાદ અને મોટા મુજીયાસર ગામે મંત્રીશ્રી રાદડીયાના હસ્‍તે જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત તૈયાર થયેલા વર્ગોનુ લોકાર્પણ અરવામાં આવ્‍યુ હતુ જેમાં મંત્રીશ્રી રાદડીયાએ જણાવ્‍યુ હતુ કે હવે આપણા બાળકો ડિઝીટલ કલાસન ઉપયોગ કરીને શિક્ષણમાં વધુ આગળ આવી શકશે. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓશ્રી હિરેનભાઇ હિરપરાઅી પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતુ. આ કાર્યક્નમમાં સર્વશ્રી કાંતભાઇ સતાસીયા, રાજુભાઇ ગીડા, હિતેષભાઇ સોની, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભરતભાઇજોષી, મામલતદારશ્રી ભાંડે સહિત અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા