Main Menu

સૌરાષ્‍ટ્રના અંતરીયાળ વિસ્‍તારના એકે-એક ગામને માં નર્મદા દ્વારા સમૃઘ્‍ધિ બક્ષવાનુ મહાઅભિયાન સરકારે ઉપાડયુ છે : મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા

અમરેલી જીલ્‍લામાં નર્મદા મહોત્‍સવ રથપ્રસ્‍થાન સમારોહ પ્રસંગે રાજયના અત્ર અને નાગરીેકો પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા અને જળસંપતિ રાજય મંત્રીશ્રી નાનુભાઇ વાનાણીએ જીલ્‍લાના 418 ગામોમાં આવરી લેતી નર્મદા યાત્રાનો શુભરંભ કરાવ્‍યો હતો. નાગરીક પુરવઠા જયેશશભાઇ રાદડીયાએ આ પ્રસંગે યોજાયેલા સમાહરોના અઘ્‍યક્ષ પદેથી જણાવ્‍યુ હતુ કે સૌરાષ્‍ટ્રના અંતરિયાળ વિસ્‍તારના ગામડાઓ સુધી પાઇપલાઇન દ્વારા નર્મદા મૈયાનુ પાણી પહોચતુ થાય છે. જેની સાથોસાથ સૌની યોજના દ્વારા આગામી સમયમાં સૌરાષ્‍ટ્રના તમામ જળાશયોને નર્મદા યોજના સાથે સાંકળીને આ વિસ્‍તારના ખેતી સહિતના સર્વાગી વિકાસ માટે રાજય સરકારે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે. અને આવનારી સમયમાં હિરીયાળ ગુજરાતની આશા પરીપૂર્ણ થશે તેનો સોનેઆંનદ છે. મંત્રીશ્રી રાદડીયાએ વધુમાં જણાવ્‍યુ હતુ કે નર્મદા યોજનાને અવરોધતા પરિબળો હવે નેસ્‍ત નાબુદ થઇ ગયા છે. ત્‍યારે સરદાર વલ્‍લભભાઇ પટેલના સ્‍વપ્‍નને સાકર કરવાની દિશામાં આપણે એક થઇને આગળ આવીએ રે ખુબજ આવકાર્ય બાબત છે. જળસંપતિ રાજયના મંત્રીશ્રી નાનુભાઇ વાનાણીએ જણાવ્‍યુ હતુ કે નર્મદા ડેમનુ સમગ્રકામ પરીપૂર્ણ થયુ છે. ત્‍યારે ગુજરાતની જનતાની આશાઓ અને આકાંક્ષાઓનું સ્‍વપ્‍ન સાકર થઇ રહ્યુ છે. આગામી તા.27 મીએવડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે માં નર્મદા યોજનાને ગુજરાતની પ્રજાને લોકાર્પણ કરવા આપણે જઇ રહ્યા છીએ.નર્મદા યોજના થકી આપણે ગુજરાતના મોટા ભાગના વિસ્‍તારોમાં પીવાના પાણી માટેની પાઇપલાઇન અને સિંચાઇ માટે કેનાલોનું આયોજન કર્યુ છે. જયારે સૌરાષ્‍ટ્રના વિસ્‍તારોમાં પાઇપલાઇન દ્વારા જળાશયો ભરવાની કામગીરી પણ થઇ રહી છે. આગામી સમયમાં અમરેલી જીલ્‍લાના 12 ઉપરાંતના ડેમો પણ નર્મદાના જળથી છલોછલ ભરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ. સાંસદશ્રી નારણભાઇ કાછડીયાઅ જણાવ્‍યુ હતુ કે અમરેલી જીલ્‍લાના 400 ઉપરાંતના ગામોને આપણે નર્મદા યોજનાની પાઇપલાઇન થી જોડીને પીવાનુ પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. અને આ યોજનાના કારણે ગામડાઓમાં પીવાના પાણી માટે કયારેય મુશકેલી ઉભીથઇ નથી. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની આગેવાની સુજન કારણે આપણે ખુબજ ટુંકાગાળામાં નર્મદા યોજનાનો લાભ મેળવી રહ્યા છીએ એ બાબતને ખુબજ મહત્‍વની ગણાવી હતી.
જીલ્‍લા કલેકટરશ્રી સંજયભાઇ અમરાણીએ સૌ મહાનુભવો આવકાર્યા હતા અને અમરેલન્‍િ જીલ્‍લામાં માં નર્મદા યાત્રા અંગેની વિસ્‍તૃત વિગતો આપી હતી. જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી નિરગુડે ઉપસ્‍થિત રહ્યા હતા. મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા મંત્રીશ્રી નાનુભાઇ વાનાણી સાંસદશ્રી નારણભાઇ કાછડીયા ધારાસભ્‍ય બાવકુભાઇ ઉધાડ સહિતના મહાનુભાવોએ અમરેલીના સરદાર પટેલ સર્કલ પાસેથી જીલ્‍લાભરમાં ફરનાર પાંચ રથોને પ્રસ્‍થાન કરાવ્‍યુ હતુ. આ તકે ભાજપના અઘ્‍યક્ષશ્રી હિરેનભાઇ હિરપરા અનુસુચિત જાતિ નિગમના શ્રી જીતુભાઇ વાધેલા, કૌશિકભાઇ વેકરીયા, અશ્‍વિનભાઇ સાવલીયા, કમલેશભાઇ કાનાણી, હિતેષભાઇ સોની, ભરતભાઇ વેકરીયા, દિનેશભાઇ પોપટભાઇ, વાલજીભાઇ ખોખરીયા, શાંતિલાલ રાણવા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્નમનું સુંદર સંચાલન શ્રી પ્રકાશભાઇ જોષીએ કર્યુ હતુ જયારે મનુષ્‍ય તુ બડા મહાન હૈ સહિતના કૃતિઓ વિવિધ શાળાની બાલીકાઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. કાર્યક્નમના પ્રરંભમાં લોક સાહિત્‍યનો કાર્યક્નમ પણ રજુ કર્યો હતો. અંતમાં આભાર દર્શન નાયબ જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી માંકડેકર્યુ હતુ.