Main Menu

સુરતમાં પરજીયા સોની સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓનું ભવ્‍ય સન્‍માન કરાયું

 

સુરત,
સુરત મુકામે શ્રી પરજીયા પટ્ટણી સોની સમાજ ટ્રસ્‍ટ તથા યુવક મંડળ દ્વારા દેશભરના પરજીયા સોની સમાજના આગેવાનોની ઉપસ્‍થિતિમાં 20 માં તેજસ્‍વી વિદ્યાર્થીઓના સન્‍માન તથા ઇનામ વિતરણ સમારંભનું આયોજન તા.10/9ને રવિવારે આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્નમમાં પરજીયા સોની સમાજના વર્લ્‍ડ ફેડરેશનના ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણ (અવધ ટાઇમ્‍સ)તથા મુંબઇ સોની વાડીના પ્રમુખ શ્રી વિજયભાઇ સતિકુંવર, મુંબઇથી સોની વાડીના પુર્વ ચેરમેન શ્રી વલ્‍લભભાઇ ઘોરડા, મુંબઇના જાણીતા ઉદ્યોગપતિ અમુભાઇ ઘઘડા (બોલેરો), અમરેલીથી શ્રી ધીરૂભાઇ જગડા સહિતના આગેવાનોએ સુરત ખાતે પધારી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહીત કર્યા હતા.
આ કાર્યક્નમમાં સુરત જ્ઞાતિના શ્રીમંગેશભાઇ જીણાદ્રા, હસમુખભાઇ ધકાણ, રશ્‍મિનભાઇ ધાણક, મયુરભાઇ ધકાણ, કેવલભાઇ ધાણક સહિતના આગેવાનો અને જ્ઞાતિજનોએ હાજરી આપેલ હતી. અને તેઓના હસ્‍તે તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન તથા ઇનામ આપેલ હતાં.
આ સમારંભને સફળ બનાવવા માટે સુરત જ્ઞાતિના પ્રમુખ શ્રી પંકજભાઇ સાગર, શ્રી રસિકભાઇ ધકાણ ગોંડલવાળા તથા શ્રી દિનેશભાઇ સાગર તથા શ્રી ભરતભાઇ સાગર, શ્રી જયેન્‍દ્રભાઇ ધકાણ તથા શ્રી પિયુષભાઇ સાગર, કમીટી સભ્‍યો અને યુવક મંડળના સભ્‍યોએ ખુબ જ મહેનત કરેલ હતી. અંતમાં સુરત જ્ઞાતિ પ્રમુખ શ્રી પંકજભાઇ સાગરે બધાનો આભાર માનેલ હતો.