Main Menu

અમરેલીમાં વડાપ્રધાનની સભા માટે પહેલી વખત જર્મન ટેકનોલોજીનો ડોમ બનાવાશે

અમરેલી,અમરેલીમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના આગમનને લઇને કાર્યક્નમના સ્‍થળો ઉપર સુરક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરાઇ રહી છે. ગુજરાતની અગ્રણી કંપની પટેલ મંડપ સર્વિસના શ્રી વજુભાઇ ગોલ તથા શ્રી ધવલ ગોલ દ્વારા અમરેલીમાં વડાપ્રધાનની સભા માટે પહેલી વખત જર્મન ટેકનોલોજીનો ડોમ બનાવવાની તૈયારી શરૂ થઇ ચૂક છે. અમરેલી શહેરના સૌથી મોટા ફોરવર્ડના ગ્રાઉન્‍ડમાં વડાપ્રધાી સભા માટે પીલરલેસ ડોમ બનાવાશે કુલ 332 ફુટનું સ્‍ટેજ બનશે જેમા વચ્‍ચે 132 ફુટમાં એક પણ પોલ નહી આવેતેની બન્‍ને બાજુ 100/100 ફુટના સ્‍ટેજ બનશે કુલ સાડાત્રણ લાખ ચોરસ ફુટમાં સ્‍ટેજ તૈયાર કરાશે અને તેની વિશેષતા એ છે કે, જર્મન ટેકનોલોજીના આ સ્‍ટેજનું બેકગ્રાઉન્‍ડ ડીઝીટલ બનાવાશે તેમા એલઇડી હશે. હાલમાં સભાસ્‍થળે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને અમરેલીમાં પહેલી જ વખત અદ્યતન અને એલ્‍યુમીનીયમ ની ધાતુવાળુ સ્‍ટેજ બનશે.