Main Menu

અમરેલી શહેરમાં યુઘ્‍ધના ધોરણે માર્ગોની મરામતનો પ્રારંભ

 

અમરેલી,અમરેલીમાં છેલ્‍લા અઠવાડિયાથી શહેરમાં રાજકીય સરકારી બેઠકોનો સતત ધમધમાટ છે તેની વચ્‍ચે અમરેલી વાસીઓ કહે છે કે દર 6 મહિને જો નરેન્‍દ્રભાઇ મોદી આવે તો અમરેલીનો ઉઘ્‍ધાર થઇ જાય કારણ કે છેલ્‍લા બે દિવસથી અમરેલી શહેરમાં યુઘ્‍ધના ધોરણે માર્ગોની મરામતનો પ્રારંભ થયો છે.
તંત્ર દ્વારા અમરેલીના ચિતલરોડ અને કોલેજ સર્કલ તથા એસ.ટી.ડેપો પાસે માર્ગોની સફાઇ અને મરામત કરવાનું કામ પુરજોશમાં શરૂ છે અને જે માર્ગો માટે લોકો માથા પછાડી થાકી ગયા હતા તે માર્ગોનું કામ વગર રજૂઆતે તંત્ર દ્વારા શરૂ કરી દેવાતાં લોકોમાં આશ્ચર્ય સાથે આનંદ છવાયો છે.(Next News) »