Main Menu

જુનાગઢમાં નીયોનેટલ પેડીયાટ્રીક આઇસીયુ એમ્‍મ્‍યુલન્‍સ અપાઇ

સ્‍વ.સ્‍મીતાબેન શરદચંદ્ર આડતીયા તથા શરદચંદ્ર શાંતિલાલ આડતીયા પરીવારના દાનથી
આડતીયા પરીવાર દ્વારા સ્‍વ.માતૃ
શ્રી કાંતાબેનની સ્‍મૃતિમાં દાન અપાયુ,આઇસીયુ એમ્‍મ્‍યુલનસ ભારતમાં સર્વપ્રથમ જુનાગઢમાં વસાવાઇ, પુજય શ્રી મોરારીબાપુના વરદ હસ્‍તે એમ્‍મ્‍યુલન્‍સનું લોકાર્પણ, ધારાસભ્‍ય શ્રી મહેન્‍દ્ર મશરૂના માતૃશ્રી કાંતાંબેનની સ્‍મૃતિમાં ભેટ, જુનાગઢમાં જાણીતા દાતા સ્‍વ.સ્‍મીતાબેન શરદ ચંદ્વ આડતીયા તથા શરદ ચંદ્વ શાંતિલાલ આડતીયા પરીવારના માતબર દાનમાંથી રકતદાન પ્રવૃતિના પ્રણેતા ધાાસભ્‍ય મહેન્‍દ્ર મશરૂએ તેમના સ્‍વર્ગીય માતૃશ્રી કાંતાબેનની સ્‍મૃતિમાં એક અનોખી નેશનલ પેડીયાટ્રીક આઇસીયુ એમ્‍મ્‍યુલનસ ની સુવિધા ઉભી કરી શકાય તેવી ચાઇલ્‍ડ એમ્‍મ્‍યુલનસનું લોકાપર્ણ શી રામકથા સ્‍થળે પ.પુ.શી મોરારીબાપુના વરદ હસ્‍તે આજરોજ સંપન્‍ન થયું.અધુરા માસે જન્‍મેલા કે જન્‍મ વખતે અત્‍યંત નબળુ શરીર ધરાવનાર બાળકને હોસ્‍પીટલોમાં કામની પેટીમાં રાખવામાં આવે છે.પરંતુ જયારે આવા બાળકને વધુ સારવાર માટે મોટા શહેરોમાં લઇ જવાની ઉભી થાય ત્‍યારે કામની પેટી સહીતની તબીબી સાધન/સારવારની સુવિધા ધરાવતી એમ્‍મ્‍યુલન્‍સ ની કયાંય સુવિધા/વ્‍યવસ્‍થા ઉપલમ્‍ધ નથી તેથી જુનાગઢે પહેલ કરી છે.તેથી આડતીયાફેમીલી પાસેથી દાન મેળવીને મહેન્‍દ્ર મશરૂએ તેમના સ્‍વર્ગીય માતૃશ્રીની સ્‍મૃતિમાં આ અનોખી બાળ એમ્‍મ્‍યુલન્‍સનું નિર્માણ કરાવ્‍યુ છે.જેમાં ઇનકયુબટર, વેન્‍ટીલેટર, ઇનફયુઝન પમ્‍પ, એસપીઓ પ્‍લસ મેટર, ઓકસીઝન, સકશન, ઇમરજન્‍સી મેડી,ટ્રીટ, ડોકટર સીટ, ફોર રીલેટીવ સર્ચીગ એરેયમેન્‍ટની વિવિધ સારવારના સાધન રાખવામાં આવેલ છે.જે રસ્‍તામાં કામ આવી શકે.જરૂર પડયે થોડા માટે બાળક માટે ઘોડીયાની વ્‍યવસ્‍થા આ વાહનમાં રાખેલ છે જેમાં સુવડાવીને હીંચકાવી શકાય.થોડા મોટા બાળદર્દી બાળક માટે ઘોડીયાની વ્‍યવસ્‍થા રાખેલ છે.જેને પેટીમાં રાખવાની જરૂરના હોય તેવા મોટી ઉંમરના બાળકને વધુ સારવાર માટે મોટા શહેરોમાં લઇ જવાની જરૂર હોય ત્‍યારે પારણાની સુવિધા ઉપયોગી બની શકે.