Main Menu

અમરેલી સહિત સૌરાષ્‍ટ્રના સહકારી આગેવાનોની રાજકોટ ખાતે બેઠક યોજાઇ

અમરેલી, સોરાષ્‍ટ્રના પાટનગર રાજકોટ ખાતે તા.11 ના રોજ દિલ્‍હીના ભાજપના સહકારી આગેવાનોની ઉપસ્‍થિતિમાં સોરાષ્‍ટ્રભરના સહકારી આગેવાનોની એક અગત્‍યની બેઠકનું આયોજન ભાજપના સહકારી સેલ દ્વારા કરવામાં આવ્‍યું હતુ .આ બેઠકમાં સોરાષ્‍ટ્રનો ખેડુત સઘ્‍ધર કેમ બને તે અંગેની ચર્ચા વિચારણા અને માર્ગદર્શન ઉપસ્‍થિત સહકારી આગેવાનોને આપવામા આવ્‍યું હતુ. આ બેઠકમાં ભાજપના દિલ્‍હીના સહકારી ક્ષેત્રના દિગ્‍ગજોની હાજરીમાં ગુજકોમાસોલ અને અમરેલી ડીસ્‍ટ્રીક કો.ઓપ.બેંકના ચેરમેન શ્રી દીલીપભાઇ સંધાણી તથા કોટા (રાજસ્‍થાન)ના સાંસદ શ્રી ઓમ બીરલાજી, સહકાર ભારતીના જયોતીન્‍દ્રમામા, રાજુલાના ધારાસભ્‍ય શ્રી હિરાભાઇ સોલંકી, માજી ધારાસભ્‍ય રાઘવજીભાઇ પટેલે સૌરાષ્‍ટ્રના ખેડુતો અને ગ્રામ્‍ય લોકો, પશુ પાલકોને આર્થીક રીતે સઘ્‍ધર કેમ બનાવી શકાય સાથો સાથ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં સૌરાષ્‍ટ્રના સહકારી ક્ષેત્રને વધુ મજબુત બનાવવા તેમજ સહકારી ક્ષેત્રના માઘ્‍યમથી ખેડુતોને ધીરાણ, સરકારી યોજનાના વિવિધ લાભોથી ખેડુતોને આર્થીક રીતે લાભાંન્‍વીત કરવા માર્ગદર્શન પુરૂ પાડયું હતુ.રાજકોટ ડીસ્‍ટીક કો.ઓપરેટીવ બેંકના કોન્‍ફરન્‍સહોલમાં બપોરે 2:30 કલાકે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્‍લાના સહકારી આગેવાનો શ્રી અશ્‍વીન સાવલીયા, શ્રી શરદભાઇ લાખાણી, શ્રી મુકેશ સંધાણી, શ્રી અરૂણભાઇ પટેલ, શ્રી રશ્‍મીનભાઇ ડોડીયા, શ્રી જયંતિભાઇ પાનસુરીયા, શ્રી જીજ્ઞેશભાઇ પટેલ, કાંતીભાઇ સાવલીયા, શ્રી જીવાજી ઠાકોર, શ્રી પ્રવિણભાઇ સાવજ, શ્રી શરદભાઇ પંડયા, ઉપરાંત સોૈરાષ્‍ટ્રના ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા, સુરેન્‍દ્રનગર સહિતના જિલ્‍લાના સહકારી આગેવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી માર્ગદર્શન મેળવ્‍યું હતુ.સોૈરાષ્‍ટ્રની આજની આ બેઠક બાદ આવતી કાલે ગુજરાતના સહકારી આગેવાનો સાથે પણ આવીજ બેઠકનું આયોજન થયુ હોવાનું પણ જાણવા મળે છે.ગુજરાતની આગામી વિધાનસભાની ચુંટણીને ઘ્‍યાને રાખીને ‘‘ પહેલો ઘા રાણાનો ” કરવાનો ભાજપનો આ ચુંટણીલક્ષી માસ્‍ટર પ્‍લાન હોય તેવુ પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.« (Previous News)