Main Menu

ક્નાકચમાં વનરાજોના ત્રાસને કારણે 10,000 વીઘા જમીન પડતર છે : શ્રી દુધાત

અમરેલી,આફ્રીકાના કેનીયા દેશમાં નાઇરોલી નજીક ‘ મસાઇ મારા ‘ નામનું જંગલ આવેલ છે. અને દુનિયાભરના યાત્રીકો અને ડીસ્‍કવરી ચેનલના કેમેરામેનો અહીં પડાવ નાખીને બેઠા છે અને આફ્રીકાના આ ટચુકડા દેશને ટુરીસ્‍ટોની આવક સારી છે એશીયન સિંહોનો પડાવ જુનાગઢના જંગલોમાં હોવાથી ‘ ગુજરાત નહીં દેખાતો કુછ નહીં દેખા’ ની જાહેરાતમાં અમિતાભ બચ્‍ચન બોલે છે અને ગુજરાત ટુરીઝમ સિંહોને કારણે સારી કમાણી કરી રહ્યું છે પણ અમરેલી જિલ્‍લાની હાલત તેનાથી વિપરીત છે સિંહોના કારણે અમરેલી જિલ્‍લાના લીલીયા તાલુકાના ક્નાકચ ગામની દસ હજાર વીઘા જેટલી જમીનો પડતર પડી છે.ગત વિદ્યાસભાની ચુંટણીમાં મામુલીમતે પરાજીત થનાર કોંગ્રેસનાયુવા આગેવાન શ્રી પ્રતાપ દુધાતે આ અંગે રોષ વ્‍યકત કરતા ‘અવધ ટાઇમ્‍સ’ ને જણાવ્‍યુ હતુ કે ક્નાકચ વિસ્‍તારમાં 20 થી 25 જેટલા સિંહનો વસવાટ થતા દસ હજાર વિઘા જમીન ખેડુતોની વાવેતર વગરની પડી છે.કારણકે સિંહના ભયને કારણે જમીન વાવવા માટેના ‘ભાગિયા’ મળતા નથી તો બીજી તરફ ગમે તેટલી મજુરી આપો તો ‘છતાં દિકરાએ વાંજીયા’ જેવી છે.શ્રી દુધાતે વધુમાં જણાવેલ કે જે કાઇ થોડા ઘણા ખેડુતો ખેતી કરે છે તે પાકના રક્ષણ માટે ‘ઝટકા’ નામનો વિજ કરંટ પણ ખેતર ફરતે ગોઠવી શકતો નથી જો તેમની સિંહ મટરી જાય તો ખેડુત બિચારો જેલ ભેગો થાય તેવા જંગલી કાયદાઓ છે.શ્રી પ્રતાપ દુધાતે આ અંગે બળાપો કાઠતા જણાવ્‍યુ હતુ કે ભાજપની સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારીને અમરેલી જિલ્‍લાના ગામડાઓ સુધી આવી પહોંચેલા સિંહોને પકડીને તેનું સ્‍થળાંતર ફરીથી જંગલમાં કરવવુ જોઇએ અને ભાંગી ગયેલા ગામડાઓને બચાવવા જોઇએ અને સિંહોની રંજાડને કારણે હીજરત કરી ગયેલા ખેડુરોને પાછા બોલાવી પોતાના ખેતરમાં રોજી રળી શકે તેવી વ્‍યવસ્‍થા કરવી જરૂરી છે.
અને આ અંગે સરકાર કઇ પગલા ન ભરે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે અમો આંદોલન પણ કરીશું. તેમ શ્રી દુધાતે અંતમાં જણાવ્‍યુહતુ.