Main Menu

અમરેલી જિલ્‍લાની પાંચ કન્‍યાઓને પરણવાની ટીકીટ માટે ઉમેદવારોના હવે મરણીયા પ્રયાસા

અમરેલીની બેઠક ઉપર ભાજપના શ્રી બાવકુભાઇ ઊંધાડ શ્રી પી.પી.સોજીત્રા અને
શ્રી કૌશિક વેકરીયા છે જયારે કોંગ્રેસના સીટીંગ ધારાસભ્‍ય શ્રી પરેશ ધાનાણી છે, સાવરકુંડલાની બેઠક ઉપર ભાજપના શ્રી વી.વી.વઘાસીયા શ્રી મનજીભાઇ તળાવીયા અને શ્રી ઘનશ્‍યામભાઇ ડોબરીયા તેમજ કાળુભાઇ વિરાણી જેવા માંગણીદારો છે, સાવરકુંડલાની બેઠક ઉપર કોંગ્રેસના શ્રી પ્રતાપ દુધાત, સહકારકીંગ શ્રી દિપકભાઇ માલાણી
અને માજી સાંસદ શ્રી નવીનચંદ્ર રવાણીના દિકરા શ્રી ચંદ્રેશભાઇ રવાણીની ટીકીટની દાવેદારી છે, ધારીની બેઠક ઉપર ભાજપના જિલ્‍લાપ્રમુખ શ્રી હીરેન હીરપરા બગસરા યાર્ડના ચેરમેન શ્રી કાન્‍તીભાઇ સતાસીયા અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી સંજયભાઇ ધાણકની માંગણી છે, ધારીની બેઠક ઉપર કોંગ્રેસમાંથી સ્‍વ. શ્રી મનુભાઇ કોટડીયાના પુત્ર શ્રી સુરેશભાઇ કોટડીયા તો બીજી તરફ શ્રી જે.વી.કાકડીયા અને શ્રી કોકીલાબહેન ચૂંટણી લડવા માટે આતુર છે, બાબરાની બેઠક ઉપર ભાજપમાંથી જાણીતા ઉદ્યોગપતિ શ્રી ગોપાલભાઇ વસ્‍તરપરા માજી ધારાસભ્‍ય શ્રી વાલજીભાઇ ખોખરીયા અને શ્રી મયુરભાઇ હીરપરાની દાવેદારી છે, બાબરાની બેઠક ઉપર કોંગ્રેસમાંથી માજી સાંસદ શ્રી વિરજીભાઇ ઠુંમ્‍મર અથવા જેનીબહેન ઠુંમ્‍મર માજી ધારાસભ્‍ય શ્રી હનુભાભા અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી જનકભાઇ તળાવિયાની દાવેદારી છે, રાજુલાની બેઠક ઉપર ભાજપના શ્રી હીરાભાઇ સોલંકી નિશ્ચિત છે જયારે કોંગ્રેસમાંથી અમરીશ ડેર, પીઠાભાઇ નકુમ અને શ્રી બાબુભાઇ રામ વચ્‍ચે ટીકીટની ખેંચાખેચી છે, અમરેલી,ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તારીખો જાહેર આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે કોંગ્રેસ અને ભાજપ બંન્‍ને પક્ષોમાં ટીકીટો મેળવવા માટેના મરણીયા પ્રયાસો ઉમેદવારો કરી રહયા છે. અને છેલ્‍લી ઘડીએ પોતાને જ ટીકીટ મળે તે માટે બંન્‍ને પક્ષના મોટા ગજાના નેતાઓ સાથે ઉમેદવારો સતત સંપર્કમાં છે.અમરેલી જિલ્‍લાની પાંચ બેઠક રૂપી કન્‍યાઓને પરણવામાટે કોંગ્રેસ અને ભાજપના મળીને હવે માત્ર 28 મુરતીયાઓ મેદાનમાં આવ્‍યા છે હવે એ જોવાનું છે કે, ટીકીટ રૂપી હાથણી કાને વરમાળા પહેરાવે છે જયારે પોતાની ટીકીટ જ ફાઇનલ થાય તે માટે મોટાભાગના મુરતીયાઓ બંન્‍ને પક્ષના ટોચના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે અને લાગતા-વળગતાઓની ભલામણો કરાવી રહયા છે. અમરેલીની બેઠક ઉપર કોંગ્રેસના સીટીંગ ધારાસભ્‍ય શ્રી પરેશ ધાનાણી કોંગ્રેસના નિશ્ચિત ઉમેદવાર છે જયારે ભાજપમાં શ્રી બાવકુભાઇ ઉંધાડનું નામ પણ નિશ્ચિત છે તેમ છતાં ભાજપના શ્રી પી.પી.સોજીત્રા અને શ્રી કૌશિક વેકરીયાને પણ નકારી શકાતા નથી. સાવરકુંડલાની બેઠક ઉપર ભાજપના સીટીંગ ધારાસભ્‍ય શ્રી વી.વી.વઘાસીયા અત્‍યારે ગુજરાત સરકારમાં કૃષિમંત્રી છે તેમ છતાં હીરા ઉદ્યોગના કીંગ શ્રી ઘનશ્‍યામભાઇ ડોબરીયા અને ભાજપના અડીખમ કાર્યકર શ્રી મનજીભાઇ તળાવિયા તેમજ માજી ઘારાસભ્‍ય શ્રી કાળુભાઇ વિરાણી માગણીદાર છે. જયારે સાવરકુંડલાની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ગત વિધાનસભાની ચૂંટણીમાં મામુલી મતે પરાજીત થનાર શ્રી પ્રતાપ દુધાત અને સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી દિપકભાઇ માલાણી અને અમરેલીના માજી સાંસદ તેમજ કોંગ્રેસના ટોચના અગ્રણી શ્રી નવીનચંદ્ર રવાણીના દિકરા શ્રી ચંદ્રેશભાઇ રવાણીએ ટીકીટની દાવેદારી કરી છે.ધારી-બગસરા બેઠકઉપર ભાજપમાંથી ભાજપના અમરેલી જિલ્‍લા પ્રમુખ શ્રી હીરેન હીરપરા અને બગસરા માર્કેટયાર્ડના ચેરમેન શ્રી કાન્‍તીભાઇ સતાસીયા તેમજ ધારી-બગસરાના પૂર્વ ધારાસભ્‍ય શ્રી વજુભાઇ ધકાણના દિકરા અને ઉદ્યોગપતિ શ્રી સંજયભાઇ ધાણક પણ માગણીદાર છે. ધારીની બેઠક ઉપર કોંગ્રેસમાંથી માજી કેન્‍દ્રીયમંત્રી સ્‍વ.શ્રી મનુભાઇ કોટડીયાના પુત્ર એવા શ્રી સુરેશભાઇ કોટડીયા અને ગતા ચૂંટણીમાં મામુલી મતે પરાજીત થનાર શ્રીમતિ કોકિલાબેન કાકડીયા અને તેમના પતિદેવ શ્રી જે.વી.કાકડિયાએ પણ દાવેદારી કરી છે.બાબરાની બેઠક ઉપર ભાજપમાંથી માજી ધારાસભ્‍ય શ્રી વાલજીભાઇ ખોખરીયા અને જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ શ્રી ગોપાલભાઇ વસ્‍તરપરા તેમજ ભાજપના સંગઠનના શ્રી મયુરભાઇ હીરપરાની ટીકીટ માટેની માગણી છે. બાબરાની બેઠક ઉપર કોંગ્રેસમાંથી અમરેલીના માજી સાંસદ શ્રી વિરજીભાઇ ઠુંમ્‍મર અને અમરેલી જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રી જેનીબેન ઠુંમ્‍મર તો માજી ધારાસભ્‍ય શ્રી હનુભાભા ધોરાજીયા અને જાણતા ઉદ્યોગપતિ શ્રી જનકભાઇ તળાવિયા દાવેદાર છે. રાજુલાની બેઠક ઉપર ભાજપના શ્રી હીરાભાઇ સોલંકી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ છે તેમની ટીકીટ નિશ્ચિત છે જયારે સામે પક્ષે કોંગ્રેસમાંથી યુવા આગેવાન શ્રી અમરીશ ડેર અને આ વિસ્‍તારના માજી ધારાસભ્‍ય સ્‍વ.શ્રી ખોડાભાઇ નકુમના દિકરા અને કેળવણીકારતેમજ કોંગ્રેસના જાગૃત કાર્યકર એવા શ્રી પીઠાભાઇ નકુમ અને આહિર જ્ઞાતિના અગ્રણી શ્રી બાબુભાઇ રામે દાવેદારી કરી છે. શ્રી પીઠાભાઇ અને બાબુભાઇ રામ બંન્‍ને આહિર જ્ઞાતિના છે જો કાઠી સમાજને ટીકીટ આપવાની ગેમ કોંગ્રેસ ખેલે તો અમરેલી જિલ્‍લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ટીકુભાઇ વરૂની શકયતા પણ નકારી શકાતી નથી.