Main Menu

જાત્રુડામાં મુર્તિપ્રાણ પ્રતિષ્ઠાનો આજથી પ્રારંભ

અમરેલી,બીએપીએસ સ્‍વામિ નારાયણ મંદિરનું સમાજમાં અનેરૂ યોગદાન રહ્યું છે.સેવા, સંસ્‍કાર અને સદાચારની ત્રિવેણી સમાન આવાજ એક ભવ્‍ય નુતન મંદિરનુંઅમરેલી જિલ્‍લાના લીલીયા તાલુકાના જાત્રુડા મુકામે નિર્માણ થતા સંસ્‍થાના વડા પ.પુ.મહંત સ્‍વામિ મહારાજના હસ્‍તે પ્રતિષ્ઠિ કરેલી મૂર્તિપ્રાણ પ્રતિષ્ઠાનો આજથી પ્રારંભ થતા દેશ-વિદેશથી લાખો હરિભક્‍તોનો પ્રવાહ ઉમટી પડયો છે.લીલીયાના જાત્રુડામાં બી.એસ. પી.એસ. સ્‍વામિનારાયણ સંસ્‍થા દ્વારા નૂતન મંદિરનું નિર્માણ થતા સંસ્‍થાના વડા પ.પુ.મહંત સ્‍વામિમહારાજે પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિઓની સ્‍થાપન વિધિ સદ્દગુરૂ વર્ય પ.પુ.ઘનશ્‍યામચરણ સ્‍વામિના શુભ હસ્‍તે તા.1પને બુધવારના સવારે 8 થી 11:30 બાદ મહાપ્રસાદનું આયોજન છે. જયારે આજે મંગળવારના તા.14ના સવારે 7 થી 12:30 વિશ્‍વશાંતિ મહાયાગ અને બપોરના 3 થી 6 દરમિયાન ભવ્‍ય શોભાયાત્રા નીકળશે. આ મહોત્‍સવનો આજથી પ્રારંભ થતા દેશ-વિદેશથી લાખો હરિભક્‍તોનો પ્રવાહ શરૂ થઇ ગયેલ છે. આ મહોત્‍સવમાં સર્વે સહકુટુંબ-મિત્રમંડળ સહિત પધારવા ગઢડા મંદિરના કોઠારી સ્‍વામિ સાધુ અદ્યત્‍મસ્‍વરૂપદાસ, અમરેલી મંદિરના સાધુચરિતદાસ, સાધુસહજ યોગીદાસ સ્‍વામિ તથા જાતૃડા મંદિર સત્‍સંગ મંડળ દ્વારા પધારવા નિમંત્રણ પાઠવેલ છે.