Main Menu

બાબરાના ખંભાળામાં દલિત સમાજનું સ્‍નેહમિલન યોજાયું

બાબરા તાલુકાનાખંભાળા ગામે બાબરા તાલુકાના સમસ્‍ત દલિત સમાજ આયોજીત સ્‍નેહમિલન કાર્યક્નમનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.જેમાં ચમારડીના ઉદ્યોગપતિ અને ખોડલધામનાં મુખ્‍ય દાતા તરીકે જાણીતા ગોપાલભાઇ વસ્‍તરપરાનું ભવ્‍ય ફુલહારથી સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.ત્‍યારે ગોપાલભાઇ વસ્‍તરપરા દ્વારા આગામી છઠા સમુહલગ્‍ન ઉત્‍સવમાં બાબરા, લાઠી, દામનગરના દલિત સમાજની દિકરીઓનુ કન્‍યાદાન કરી હરખેથી પરણાવાશે ત્‍યારે આ સ્‍નેહમિલન કાર્યક્નમમાં બાબરા તાલુકાના સમગ્ર દલિત સમાજના આગેવાનોની ઉપસ્‍થિતિમાં વ્‍યસનમુક્‍તિ. બેટી બચાવો, પર્યાવરણ જાગૃતિ, શિક્ષણ અંગે વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતુ.ત્‍યારે આગામી વિધાનસભા ચૂંટણી નજીક હોય ત્‍યારે સમસ્‍ત દલિત સમાજ પરીવાર વતી ગોપાલભાઇ વસ્‍તરપરાને ચૂંટણી લડવાની હાંકલ કરી હતી. ત્‍યારે આ કાર્યક્નમનાં મુખ્‍ય આયોજક શ્રી કિશોરભાઇ માધડ, પ્રવિણભાઇ દાફડા, ભીમજીભાઇ સોઢળીયા, અરવિંદભાઇ પરમાર, હરેશભાઇ મેવાડા, શૈલેષભાઇ પરમાર અમરેલી, વિરજીભાઇ બોરીચા તેમજ અનુજાતિ મોરચાના મહામંત્રી શ્રી સોમાભાઇ બગડા સહિતના ગામડે ગામડેથી દલિત સમાજનાં આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.