Main Menu

માજી સાંસદ ડો.પ્રકાશરાવ આંબેડકરનું સન્‍માન કરતાં શ્રી કૌશિક ધરજીયા

વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટીના આગેવાનોની ઉપસ્‍થિતિમાંડો.બી.આર.આંબેડકરના પપૌત્ર અને માજીસાંસદ ડો.પ્રકાશરાવ આંબેડકરનું સન્‍માન કરી સ્‍વાગત કરતા યુવા અગ્રણી શ્રી કૌશિક ધરજીયા
અમરેલી,ભાવનગર ખાતે કોંગ્રેસ અને ભાજપ બંનેથી ત્રાસી ગયેલા લોકો માટે વિકલ્‍પ બનેલ વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટી ના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ શ્રી ધરમશીભાઇ ધાપા, મહામંત્રી શ્રી બાબરીયા સહિતના દિગ્‍ગજ આગેવાનોની ઉપસ્‍થિતિમાં ભાવનગર ખાતે યોજાયેલા વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટીના પડકાર મહાસંમેલનમાં અમરેલી જિલ્‍લામાંથી હોનહાર તેજસ્‍વી આગેવાન શ્રી કૌશિક ધરજીયા તથા ભરવાડ સમાજના આગેવાન શ્રી ભુરાદાદા (તળાજાવાળા) સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં ડો.બી.આર.આંબેડકરના પપૌત્ર અને માજીસાંસદ શ્રી ડો.પ્રકાશરાવ આંબેડકરનું શ્રી કૌશિક ધરજીયા અને તેની ટીમ દ્વારા ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ સંમેલનમાં ડો.પ્રકાશરાવ આંબેડકરે ભારતના સવિધાનને બચાવવા માટે હાંકલ કરી હતી.